નવી દિલ્હીઃ વોટ્સએપે થોડા સમય પહેલા વ્યૂ વન્સ ફીચર લોન્ચ કર્યું હતું, પરંતુ તેને યોગ્ય રીતે રોલઆઉટ કરવામાં આવ્યું નહીં. કંપનીએ આ ફીચર્સને યૂઝર્સને વધુ પ્રાઇવેસી આપવાના ઈરાદાથી લોન્ચ કર્યું હતું. તેની મદદથી તમારા દ્વારા મોકલવામાં આવેલા ફોટો અને વીડિયોને રિસિવરે એકવાર ખોલ્યા બાદ તમારા વોટ્સએપ ચેટથી ગાયબ થઈ જાય છે. પરંતુ એપ તેમાં રિસીવરને શેર કરવામાં આવેલી તસવીરનો સ્ક્રીનશોટ લેવાની પણ સુવિધા આપે છે, જે સિક્યોરિટી મુજબ યોગ્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યૂ વન્સ ફીચરમાં ફેરફાર
પરંતુ વોટ્સએપને આ સમસ્યાનો અહેવાસ થઈ ગયો છે અને હવે તે તેને ઠીક કરી રહ્યું છે. WaBetaInfo થી માહિતી મળી છે કે વોટ્સએપ લેટેસ્ટ બીટા અપડેટમાં હવે તે તસવીરોના સ્ક્રીનશોટ લેવાની ક્ષમતાને રોકી રહ્યું છે, જેને વ્યૂ વન્સ ફીચરનો ઉપયોગ કરીને શેર કરવામાં આવી છે. નોંધનીય છે કે જો સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરવામાં આવે તો મોકલનારને કોઈ એલર્ટ આપવામાં આવશે નહીં. પરંતુ વોટ્સએપ પોતાની સુરક્ષા નીતિના ભાગ રૂપે સ્ક્રીનશોટ લેવાના ફીચરને બ્લોક કરી દેશે. 


સ્ક્રીન રેકોર્ડિંગ પણ નહીં કરી શકે યૂઝર્સ
વ્યૂ વન્સ ફીચરનો ઉપયોગ કરી શેર કરવામાં આવેલા વીડિયો માટે પ્લેટફોર્મ યૂઝરને શેર કન્ટેન્ટને જોતા સમયે સ્ક્રીન રેકોર્ડિંગ કરવાથી પણ રોકશે. લેટેસ્ટ અપડેટ ઓટોમેટિકલી લાગૂ થાય છે અને યૂઝર્સે કંઈ કરવાની જરૂર પડતી નથી. 


આ પણ વાંચોઃ Car Price Hike: મોંઘી થઇ ગઇ સસતી કાર, Maruti WagonR ને આપે છે ટક્કર


પરંતુ કોઈ બીજા ફોનનો ઉપયોગ કરી ફોટો ક્લિક કરવા કે વીડિયો રેકોર્ડ કરવામાં કરી શકે છે. પરંતુ તેમાં વોટ્સએપની ભૂલ નથી અને પ્લેટફોર્મ તે વિશે કંઈ કરી શકે નથી. તેથી લોકોને સલાહ આપવામાં આવે છે કે આ સુવિધાનો ઉપયોગ કરી કંઈ મોકલતા પહેલા સાવચેત રહો. 


મેસેજ માટે નથી આ ઓપ્શન
ધ્યાનમાં રહે કે પ્લેટફોર્મ ડિસઅરિયરિંગ મેસેજને બ્લોક કરી રહ્યું નથી કારણ કે નવુ અપડેટ વર્તમાનમાં માત્ર ઇમેજ અને વીડિયો સુધી સીમિત છે. પરંતુ આ ફીચર મેસેજિંગ એપના સ્ટેબલ વર્ઝનમાં ક્યારે આવશે તેની કોઈ જાણકારી નથી. હાલ વોટ્સએપ લોકોને કોઈ વ્યૂ વન્સ ઇમેજ કે વીડિયોને ફોરવર્ડ, એક્સપોર્ટ કે સેવ કરવાની મંજૂરી આપતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube