Car Price Hike: મોંઘી થઇ ગઇ સસતી કાર, Maruti WagonR ને આપે છે ટક્કર

Citroen C3 Price Hike:  બેસ લાઇવ વેરિએન્ટ અને મિડ ફીલ વેરિએન્ટની કિંમતોમાં 17,000 રૂપિયાનો વધારો થયો છે જ્યારે ટર્બો પેટ્રોલ એન્જીનવાળા ટોપ સ્પેક વેરિએન્ટની કિંમતમાં 9,000 રૂપિયાની વધારો કરવામાં આવ્યો છે.  

Car Price Hike: મોંઘી થઇ ગઇ સસતી કાર, Maruti WagonR ને આપે છે ટક્કર

Citroen C3 Price Hike: તાજેતરમાં જ લોન્ચ થયેલી Citroen C3 ની કિંમતમાં 17,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. Citroen C3 ની શરૂઆતી કિંમત હવે 5.88 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) થઇ ગઇ છે. જે પહેલાં 5.71 રૂપિયા એક્સ શો રૂમ હતી. ભાવ વધારા બાદ હવે Citroen C3 ની કિંમત 5.88 લાખ રૂપિયાથી 8.15 લાખ રૂપિયા એક્સ શોરૂમ વચ્ચે પહોંચ ગઇ છે. બેસ લાઇવ વેરિએન્ટ અને મિડ ફીલ વેરિએન્ટની કિંમતોમાં 17,000 રૂપિયાનો વધારો થયો છે જ્યારે ટર્બો પેટ્રોલ એન્જીનવાળા ટોપ સ્પેક વેરિએન્ટની કિંમતમાં 9,000 રૂપિયાની વધારો કરવામાં આવ્યો છે.  

તેના 1.2 પેટ્રોલ લાઇવ વેરિએન્ટની 5.88 લાખ રૂપિયા થઇ ગઇ છે, જે પહેલાં 5.71 લાખ રૂપિયા હતી. તેની કિંમતમાં 17,000 રૂપિયાનો વધારો થયો છે. તો બીજી તરફ 1.2 પેટ્રોલ ફીલ વેરિએન્ટની કિંમતમાં 6.80 લાખ રૂપિયા થઇ ગઇ છે, જે પહેલાં 6.63 લાખ રૂપિયા હતી. તેની કિંમતમાં પણ 17,000 રૂપિયાનો વધરો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 1.2 ટર્બો પેટ્રોલ ફીલ વેરિએન્ટની કિંમત 8.15 લાખ રૂપિયા થઇ ગઇ છે, જે પહેલાં 8.06 લાખ રૂપિયા હતી. તેની કિંમતમાં 9,000 રૂપિયાનો વધારો થયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news