નવી દિલ્હી: અત્યાર સુધી તમને સોશિયલ મીડિયા ચેટિંગ એપ WhatsApp પર મેસેજ મોકલવામાં કોઈ સમસ્યા આવી નહીં હોય. મોટાભાગે વ્હોટ્સએપ પર મેસેજ, મીમ અથવા વીડિયો ફોરવર્ડ કરનારને સૌથી વધારે અપડેટ સમજવામાં આવે છે. પરંતુ હવે વ્હોટ્સએપે મોટો નિર્ણય કર્યો છે. કોરના વાયરસ (Coronavirus) સંક્રમણને લઇને ફેલાઈ રહેલા ખોટા સમાચાર અને અફવાઓ અટકાવવા માટે વ્હોટ્સએપનો આ નિર્ણય તમને પ્રભાવિત કરવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નહીં મોકલી શકો એકથી વધારે વખત ફોરવર્ડ મેસેજ
વ્હોટ્સએપ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે કે, હવે કોઇપણ વ્યક્તિ કોઈ વાયરલ થઈ રહેલા મેસેજ, મીમ, ફોટો અથવા વીડિયોને એકથી વધારે લોકોને ફોરવર્ડ કરી શકશે નહીં. આ નિર્ણય એવા મહત્વના સમય પર લેવામાં આવ્યો છે જ્યારે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કંપનીનું કહેવું છે કે, કોરોના વાયરસની યોગ્ય જાણકારીની જગ્યાએ ખોટી માહિતીથી લોકો પ્રભાવિત થઈ શકે છે. આ પહેલા વ્હોટ્સએપે કોઈપણ મેસેજ ફોરવર્ડ કરવાની સીમા 5 વખત સીમિત કરી રાખી હતી.


જાણકારોનું કહેવું છે કે, તાજેતરમાં કોરોના વાયરસને લઇને ઘણા પ્રકારની અફવાઓ વ્હોટ્સએપ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક તંત્રને આ મહામારી સામે લડવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. વ્હોટ્સએપ પર ખોટી જાણકારી અથવા અફવાની સમસ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં છે. આ કારણ છે કે, વ્હોટ્સએપે આ મોટો નિર્ણય કરતા હાલના સમયે કોઈપણ મેસેજ ફોરવર્ડ કરવાની સીમા માત્ર એક વ્યક્તિ અથવા ગ્રુપ સુધી સીમિત કરી છે.


તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને લઇને ચાલી રહેલી ખોટી જાણકારી અને અફવાઓથી બચવાની જરૂરીયાત છે. આઇટી મંત્રાલયે પણ તમામ મોબાઇલ અને ઇન્ટરનેટ કંપનીઓ સાથે વાત કરી કહ્યું હતું કે, ફોરવર્ડેડ મેસેજ પર રોક લગાવવાની જરૂરીયાત છે જેથી લોકો ખોટી જાણકારીના કારણે પેનિક ના થાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube