WhatsApp પર આવ્યું દમદાર ફીચર, કોણ કરી રહ્યું છે તમારી વાત, DP થી ખુલશે રાઝ
ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે આ પ્રકારના એક ફીચર (Whatsapp New Feature) તૈયાર પણ કરી લીધું છે. મેસેજિંગ એપ્લિકેશન એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે આ સમયે તમને નોટિફિકેશન આપશે.
નવી દિલ્હીઃ તમારા મિત્ર અને સંબંધી ક્યારે તમારી વાત કરી રહ્યાં છે, તે જાણવાની બધાની ઈચ્છા હોય છે. જો કેટલું સારૂ થશે જો તમને તેનું વોટ્સએપ નોટિફિકેશન પણ મળી જાય. ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે આ પ્રકારના એક ફીચર (Whatsapp New Feature) તૈયાર પણ કરી લીધું છે. મેસેજિંગ એપ્લિકેશન એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે આ સમયે તમને નોટિફિકેશન આપશે, જ્યારે તમારા મિત્ર કે પરિવારના લોકો તમારા વિશે વાત કરી રહ્યાં હોય.
શું છે નવા વોટ્સએપનું ફીચર?
હકીકતમાં વોટ્સએપના આ નવા ફીચરની મદદથી જ્યારે કોઈ એવા ગ્રુપમાં તમારો ઉલ્લેખ થશે, જેનો તમે ભાગ છો તો તમને ખ્યાલ આવી જશે. વોટ્સએપ તમને નોટિફિકેશન આપશે કે કોણે ગ્રુપ ચેટમાં તમને મેન્શન કર્યા છે, કે જવાબ આપ્યો છે. આ માટે તમને નોટિફિકેશનમાં તે વ્યક્તિનો પ્રોફોઇલ ફોટો પણ જોવા મળશે. અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે આ ફીચર માત્ર iOS બીટા ટેસ્ટર માટે ઉપલબ્ધ છે.
Jio નો જોરદાર ધમાકો: દરરોજ 2.5GB ડેટા, અનલિમિટેડ કોલ અને મળશે 365 દિવસની વેલિડિટી
નવા વર્ષ 2022માં મેસેજિંગ દ્વારા આ પ્રથમ મોટો રોલ આઉટ હશે જ્યારે કોઈ તમને ચેટમાં મેન્શન કરે છે તો તેનું તમને માત્ર ટટેક્સ્ટ એલર્ટ મળી જાય છે. વર્તમાનમાં નવું ફીચર ટેસ્ટિંગ મોડમાં છે, તેથી સંભવ છે કે વોટ્સએપને નોટિફિકેશનમાં પ્રોફાઇલ ફોટો જોડવામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે.
સિલેક્ટેડ કોન્ટેક્ટ્સથી છુપાવે લાસ્ટ સીન
આ સિવાય કંપની એક અન્ય ફીચર પર કામ કરી રહી છે. વોટ્સએપમાં હાલ લાસ્ટ સીન સ્ટેટસ તમામ યૂઝર્સ માટે હાઇડ થઈ જાય છે. હવે કંપની એક અપડેટ દ્વારા તેમાંફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. અપડેટ આવ્યા બાદ યૂઝર તે કોન્ટેક્ટ્સને સાંભળી શકશે જેનાથી તે પોતાના લાસ્ટ સીન સ્ટેટસ છુપાવવા ઈચ્છે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube