નવી દિલ્હીઃ જો કોઈ યુઝર્સ અહીં બતાવેલ 8 ભૂલો કરે તો તેનું વોટ્સએપ એકાઉન્ટ બેન થઈ શકે છે. અહીં જાણો એવી કઈ 8 ભૂલો છે જે તમારે વોટ્સએપ યુઝ કરતા સમયે નથી કરવાની....WhatsApp   વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સમાંથી એક છે. આ એપનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે અને એવું કહેવું ખોટું નહીં હોય કે સવાર WhatsApp સાથે પડે છે અને રાત તેની સાથે પડે છે. WhatsAppએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે કંપનીએ ઓક્ટોબર 2021 દરમિયાન ભારતમાં 20 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. તમને જણાવી દઈએ કે WhatsAppએ અગાઉ પણ ભારતમાં 30.27 લાખથી વધુ એકાઉન્ટને તેમની શરતોનું પાલન ન કરવા પર પ્રતિબંધિત કર્યા હતા. હવે ભારતમાં IT નિયમ 2021 અમલી છે. વોટ્સએપ પોતાના મંથલી રિપોર્ટ તૈયાર કરે છે અને તે હિસાબે કાર્યવાહી કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ભારતમાં WhatsApp એ ખોટી માહિતી અને ફેક ન્યૂઝ ફેલાવવા માટે પ્લેટફોર્મ બનાવ્યું છે. ત્યારપછી  રમખાણો ફેલાય તેવી અફવા ફેલાવવી તથા અન્ય કોઈ કારણોસર પ્લેટફોર્મનો દુરપયોગ કરવા સહિતની પ્રવૃતિઓ અટકાવવા માટે પ્લેટફોર્મ બનાવાયું છે. લોકોને ગેરમાર્ગે દોરતા સમાચાર કે જાણકારીઓથી દૂર કરવા માટે આ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. ભલે WhatsApp સંદેશાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય, પણ તેનો મતલબ એ નથી કે તમે કંઈ પણ શેર કરી શકો છો. તમને જણાવી દઈએ કે WhatsApp ઘણા મેટા ડેટાને ટ્રેક કરે છે. વોટ્સએપની ટર્મ્સ ઓફ કંડિશન પ્રમાણે તમે નીચે દર્શાવેલી 8 બાબતોમાં ધ્યાન ન રાખો તો તમારું WhatsApp એકાઉન્ટ બેન થઈ શકે છે.


આ 8 ભૂલો WhatsApp  યુઝર્સે ન કરવી જોઈએ-
1. જો તમે કોઈનું ફેક એકાઉન્ટ બનાવ્યું હોય તો વોટ્સએપ તમારું એકાઉન્ટ બ્લોક કરી શકે છે.
2. જો કોઈ વ્યક્તિ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં નથી અને તમે તે વ્યક્તિને વધુ મેસેજ મોકલી રહ્યા છો તો WhatsApp તમારા પર પ્રતિબંધ લગાવી શકે છે.
3. જો કોઈ વપરાશકર્તા થર્ડ પાર્ટી એપ્સ જેમ કે WhatsApp ડેલ્ટા, જીબી વોટ્સએપ, વોટ્સએપ પ્લસ વગેરેનો ઉપયોગ કરે છે, તો WhatsApp તમારા એકાઉન્ટને પ્રતિબંધિત કરી શકે છે.
4. જો તમને ઘણા બધા યુઝર્સે બ્લોક કર્યા હોય, તો વોટ્સએપ તમારા એકાઉન્ટને બેન કરી શકે છે.
5. જો એકથી વધુ લોકો તમારા એકાઉન્ટ સામે રિપોર્ટ કરે છે તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.
6. જો તમે અન્ય વપરાશકર્તાને માલવેર અથવા ફિશિંગ લિંક્સ મોકલો છો, તો WhatsApp તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકે છે.
7. વોટ્સએપ પર અશ્લીલ ક્લિપ, ધમકીઓ અથવા બદનક્ષીભર્યા સંદેશાઓ મોકલવાથી એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે.
8. વોટ્સએપ પર હિંસાને પ્રોત્સાહન આપતા નકલી મેસેજ અથવા વીડિયો મોકલવા માટે એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે.