નવી દિલ્હીઃ વોટ્સએપે કોલિંગનું એક નવુ ફીચર શરૂ કર્યું છે. આ ફીચર હેઠળ વિન્ડોઝ કે ડેસ્કટોપનો ઉપયોગ કરનાર લોકો 32 લોકોની સાથે વીડિયો અને ઓડિયો કોલ કરી શકશે. આ પહેલા વોટ્સએપની ડેસ્કટોપ એપ 8 લોકો સુધી ગ્રુપ વીડિયો કોલ અને 32 લોકો સુધી ઓડિયો કોલને સપોર્ટ કરતું હતું. પરંતુ હવે મેટાની માલિકીવાળા પ્લેટફોર્મે ગ્રુપ વીડિયો કોલની મર્યાદા વધારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WABetaInfo ના રિપોર્ટ અનુસાર વોટ્સએપે 32 લોકોને એક સાથે વીડિયો કોલ કરવાની સુવિધા શરૂ કરી છે. આ સુવિધા વર્તમાનમાં માત્ર બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. યૂઝર્સે આ સુવિધા મેળવવા માટે બીટા અપડેટ 2.23.24.1.0 ઈન્સ્ટોલ કરવું પડશે. 


WABetainfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ અનુસાર કેટલાક બીટા ટેસ્ટર્સને ગ્રુપ કોલિંગ અજમાવવા માટે આમંત્રિત કરનાર મેસેજ મળી શકે છે. આ મેસેજ 32 લોકોનેવીડિયો કોલ કરવાની સુવિધા વિશે હશે. 


રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે કેટલાક યૂઝર્સને એક અલ્ટરનેટ મેસેજ મળી શકે છે, જેમાં 16 લોકોના વીડિયો કોલના સમર્થન પર પ્રકાશ પાડે છે. આ સુવિધામાં વીડિયો કોલ દરમિયાન સ્ક્રીનશોટ લેવા અને તેને શેર કરવાની સુવિધા પણ હશે. જે પહેલા વિન્ડોઝ  2.2322.1.0 અપડેટ માટે વોટ્સએપ બીટા વર્ઝન માટે હતી. આ સિવાય એપના લેટેસ્ટ અપડેટને ઈન્સ્ટોલ કર્યા બાદ કેટલાક બીટા ટેસ્ટર્સને અંતમાં વીડિયો કોલ કરવાનો વિકલ્પ મળી શકે છે. 


આ પણ વાંચોઃ જિયોના 3 હિટ પ્લાન, મળે છે 912GB ડેટા અને અનલિમિટેડ કોલ, કિંમત 299 રૂપિયાથી શરૂ


મેસેજ પિન ડ્યૂરેશન ફીચર શું છે?
વોટ્સએપ મેસેજ પિન ડ્યૂરેશન નામના એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. વોટ્સએપ પર આવનાર ફીચર યૂઝર્સને તેની વાતચીત દરમિયાન તેના પિન કરાયેલા મેસેજને એક્ટિવ રાખવાની સમય મર્યાદા નક્કી કરવાનો વિકલ્પ આપશે. 


આ ફીચર યૂઝર્સને એક સમય મર્યાદા પસંદ કરવાની સુવિધા આપે છે, ત્યારબાદ પિન કરાયેલ મેસેજ નિર્ધારિત સમય પર ઓટોમેટિક અનપિન થઈ જશે. યૂઝર્સ કોઈ ચેટને પોતાની પસંદ પ્રમાણે 24 કલાક, 7 દિવસ કે 30 દિવસ માટે પિન કરી શકશે. તે ધ્યાન આપવા જેવું છે કે યૂઝર્સને પિન કરાયેલા મેસેજ ગમે ત્યારે અનપિન કરવાની સ્વતંત્રતા યથાવત રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube