રિલાયન્સ જિયોના 3 હિટ પ્લાન, મળે છે 912GB ડેટા અને અનલિમિટેડ કોલ, કિંમત 299 રૂપિયાથી શરૂ

Reliance Jio: રિલાયન્સ જિયોની પાસે ઘણી કેટેગરીના રિચાર્જ પ્લાન છે. કંપનીના સૌથી હિટ મોબાઇલ પ્લાનની વાત કરીએ તો તેની કિંમત 299 રૂપિયાથી શરૂ થાય છે. રિલાયન્સ જિયોની વેબસાઇટ પર મળી રહેલાં પ્લાનમાં 3 પ્લાન સૌથી વધુ ફેમસ છે.
 

રિલાયન્સ જિયોના 3 હિટ પ્લાન, મળે છે 912GB ડેટા અને અનલિમિટેડ કોલ, કિંમત 299 રૂપિયાથી શરૂ

Reliance Jio: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં અનેક પ્લાન સામેલ છે. જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અલગ-અલગ કેટેગરીમાં પ્લાન ઓફર કરે છે. જિયોની પાસે ત્રણ હિટ પ્લાન છે. જિયોના હિટ મોબાઇલ પ્લાનમાં 299 રૂપિયા, 719 રૂપિયા અને 2999 રૂપિયાના ત્રણ પ્લાન સામેલ છે. આ પ્લાન્સમાં અનલિમિટેડ કોલિંગની સાથે ડેલી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પેકમાં 912.5 જીબી સુધી ડેટા મળે છે. જાણો જિયોના આ પ્લાનના ફાયદા વિશે....

રિલાયન્સ જિયોનો 299 રૂપિયાનો પ્લાન
299 રૂપિયાવાળા જિયોના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને 2જીબી ડેટા પ્રમાણે કુલ 56 જીબી ડેટા મળે છે. ડેટા પૂરો થયા બાદ તેની સ્પીડ ઘટી જાય છે. આ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળે છે. પ્લાનમાં દરરોજ 100 એસએમએસ ઓફર કરવામાં આવે છે. જિયોના આ પ્લાનમાં ગ્રાહકોને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટાનો પણ ફાયદો આપે છે. 

રિલાયન્સ જિયોનો 719 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 719 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા પ્રમાણે કુલ 168જીબી ડેટા મળે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો ફાયદો પણ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને અનલિમિટેડ 5જી ડેટાનો પણ ફાયદો આપે છે. 

રિલાયન્સ જિયોનો 2999 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 2999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 2.5જીબી ડેટા મળે છે. એટલે કે ગ્રાહકો કુલ 912.5 જીબી ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે. દરરોજ મળનાર ડેટાની લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. પ્લાનમાં ગ્રાહકો અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 એસએમએસ મળે છે. આ સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news