નવી દિલ્હી: વોટ્સઅપ (WhatsApp) પોતાના યૂઝર્સને ચેટિંગ એક્સપીરિયન્સને સારો બનાવવા માટે નવા-નવા ફીચર લાવે છે. આ કડીમાં કંપની ગત થોડા સમયથી Multiple Device Support નામથી એક નવા ફીચર પર કામ કરી રહી છે. તમને જણાવી દઇએ કે આ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચર છે. જેને જલદી જ રોલઆઉટ કરી શકાશે. ત્યારબાદ યૂઝર્સ એક જ નંબર પરથી ઘણા ફોનમાં વોટ્સઅપ ઓપરેટ કરી શકશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર વોટ્સઅપ v2.20.196.8 beta માં મલ્ટિપલ ડિવાઇસનો સપોર્ટનો ઓપ્શન આપવા જઇ રહી છે. કંપની માટે યૂઝર ઇન્ટરફેસ UI પર કામ કરી રહી છે. રિપોર્ટના અનુસાર સામે આવ્યું છે કે તેની મદદથી યૂઝર્સ ચાર ડિવાઇસીસને એક જ એકાઉન્ટ સાથે લીંક કરી શકાશે. સાથે જ વોટ્સઅપ લિંકડ ડિવાઇસીસના નામે અલગથી સેક્શન આપવામાં આવશે. તેના દ્વારા જાણી શકાશે કે કયા-કયા નંબર પરથી એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યું છે.


તમામ ડિવાઇસ પર એકસાથે રિસીવ થશે મેસેજ
જોકે અહીં મલ્ટી-ડિવાઇસ ફીચર માટે વાઇ-ફાઇ કેમ જરૂરી છે, આ વિશે જણાવવામાં આવ્યું નથી. રિપોર્ટસનું માનીએ તો વોટ્સઅપ ડેટા ટ્રાંસફર જેમ કે ચેટ હિસ્ટ્રી વગેરે માટે જરૂરી હોય શકે છે. મલ્ટી ડિવાઇસ ફીચર રોલઆઉટ થયા બાદ જો તમે તેને એક્ટિવ કરો છો, તો તમારા તે બધા ડિવાઇસ પર મેસેજ રિસીવ થશે જેના પર તમે વોટ્સઅપ લોગ ઇન કર્યું છે. આ સાથે સ્ટારિંગ મેસેજ, આર્કાઇવિંગ ચેટ પણ બીજા ડિવાઇસીસ સાથે સિંક રહેશે. 


હજુ એ સ્પષ્ટ નથી કે કંપની આ ફીચર વિશે લોકોને ઓફિશિયલી ક્યારે જણાવે છે. એવું એટલા માટે પણ  છે, કારણ કે આ ફીચર પોતાના ટેસ્ટિંગના ફેજમાં છે અને હાલ બિલ્ડ આવવામાં હજુ થોડો સમય લાગી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube