નવી દિલ્લી. WhatsApp New Feature: લાંબા સમય બાદ, મલ્ટી-ડિવાઈસ કનેક્ટિવિટીની અનુમતિ આપનાર નવું વોટ્સએપ ફીચર બીટાથી બહાર છે. આ નવું ફીચર યૂઝર્સને પાંચ ડિવાઈસ સુધી કનેક્ટ કરવા અને તેના પર એક સાથે વોટ્સએપ ઉપયોગ કરવાની અનુમતિ આપે છે. આ ફીચરને વોટ્સએપ લિંક્ડ ડિવાઈસ કહેવામાં આવે છે અને આ વોટ્સએપ સેટિંગમાં જોઈ શકાય છે. જોકે, કેટલીક ચેતવણી પણ છે અને તમામ ડિવાઈસ આના માટે યોગ્ય નથી. તો વોટ્સએપના આ નવા ફીચરને જુઓ અને જાણો કે એક સમયમાં અલગ અલગ ઉપકરણો પર વોટ્સએપ કેવી રીતે ઉપયોગ કરાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp એપનું નવુ ફીચર: એક સમય પર 4 ડિવાઈસ થઈ શકે લિંક:
વોટ્સએપનો ઉપયોગ વેબ મારફતે પણ કરી શકાય છે. આ યોગ્ય રીતે કામ કરવા માટે તમારા પ્રાથમિક ફોન પર નિર્ભર હતું. સ્માર્ટફોન કનેક્ટ ન હોય તો વોટ્સએપ વેબ પણ કામ કરવાનું બંધ કરી દે છે. પરંતુ વોટ્સએપનું આ નવું ફીચર આ સમસ્યાનું સમધાન લઈને આવ્યું છે. વોટ્સએપ લિંક્ડ ડિવાઈસના રૂપમાં ડબ કરવામાં આવ્યું છે, આ ફીચર કોઈપણ લિંક કરેલા ડિવાઈસને તમારા પ્રાથમિક ડિવાઈસ પર નિર્ભર થયા વગર જ સ્વતંત્ર રૂપથી કાર્ય કરવા માટે અનુમતિ આપે છે. જોકે, કોઈ યૂઝર પ્રાયમરી સ્માર્ટ ફોનને 14 દિવસથી વધારે ઉપયોગ ન કરે તો તેમની સાથે જોડાયેલા તમામ ડિવાઈસ પણ ડિસ્કનેક્ટ થઈ જશે. પ્રાથમિક ડિવાઈસને છોડીને એક વોટ્સએપ એકાઉન્ટ 4 અન્ય ઉપકરણોને જોડી શકે છે. 


શું એન્ડ્રોઈડ ફોનમાં થઈ શકે ઉપયોગ?
વોટ્સએપની નવી સુવિધા વર્તમાનમાં IOS(v22.6.74)ના લેટેસ્ટ અપડેટ પર ઉપલબ્ધ છે અને જલ્દી જ એન્ડ્રોઈડ માટે એક ફૉલોએપની પણ આશા છે. પરંતુ એ પહેલાં કે અમે તમને જણાવીએ કે વિભિન્ન ઉપકરણો પર એક સાથે વોટ્સએપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, આવો પહેલાં કેટલીક સાવચેતી વિશે જાણી લઈએ. યૂઝર એ યૂઝર્સને વેબ, ડેસ્કટૉપ અથવા પોર્ટલ સંદેશ અથવા કોલ કરવામાં સક્ષમ નહીં હશે જેમનાં ફોનમાં વૉટ્સએપનું જૂનું વર્ઝન હશે. આ ઉપરાંત, એક સમયમાં માત્ર એક સ્માર્ટફોનને વોટ્સએપ એકાઉન્ટથી જોડી શકાશે. એનો મતલબ એ કે બાકીના 4 ડિવાઈસમાં કોઈ બીજો સ્માર્ટફોન નહીં હોય શકે. 


વોટ્સએપનો ઉપયોગ અન્ય ડિવાઈસ પર કેવી રીતે કરી શકાય?
સ્ટેપ 1: સૌથી પહેલાં ડેસ્કટોપ, લેપટોપ અથવા ટેબલેટ પર વોટ્સએપ વેબ ખોલવું


સ્ટેપ 2: હવે તમારા IPhoneમાં વોટ્સએપ ખોલો અને સેટિંગ્સમાં જાઓ. તમને ત્યાં 'લિંક્ડ ડિવાઈસ' મળશે


સ્ટેપ 3: 'લિંક્ડ અ ડિવાઈસ' પર ક્લિક કરો


સ્ટેપ 4: એકવાર આ સ્કેનર ખુલી જશે તો, ફોનનો ઉપયોગ કરીને વોટ્સએપ વેબ પર કોડને સ્કેન કરો


સ્ટેપ 5: એકવાર તમારું વોટ્સએપ એકાઉન્ટ નવા ડિવાઈસને રજિસ્ટર કરી લે છે તો ઓટોમેટિકલી ચેટ હિસ્ટ્રીને સિંક કરી દેશે અને સ્વતંત્રરૂપથી કામ કરવાનું શરૂ કરી દેશે


સ્ટેપ 6: કોઈ ડિવાઈસને અનલિંક કરવા માટે, તમે આ જ સ્ટેપ્સનું પાલન કરી શકો છો અને લિંક કરવામાં આવેલા ડિવાઈસને બસ થોડીવાર સુધી દબાવી અને ડિલિટ પર ક્લિક કરી શકશો