હવે WhatsAppમાં ચેટ કરવા માટે ટાઈપ કરવાની નહીં પડે જરૂર! નવા ફિચરે મચાવ્યો તહેલકો
WhatsApp કથિત રીતે `ઓડિયો ચેટ્સ` નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે એન્ડ્રોઇડ પર એપ્લિકેશનના ભવિષ્યના અપડેટ્સમાં ઉપલબ્ધ થશે. Wabetainfo અનુસાર, ચેટ હેડરમાં એક નવું વેવફોર્મ આઇકન ઉમેરવામાં આવશે.
WhatsApp પર આ વર્ષે ઘણા નવા ફીચર્સ ઈન્સ્ટોલ થવા જઈ રહ્યા છે. હવે એક એવું ફીચર આવી રહ્યું છે, જેના કારણે આપણી ચેટિંગની સ્ટાઈલ બદલાઈ જશે. WhatsApp કથિત રીતે 'ઓડિયો ચેટ્સ' નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે એન્ડ્રોઇડ પર એપ્લિકેશનના ભવિષ્યના અપડેટ્સમાં વાતચીત દરમિયાન ઉપલબ્ધ થશે. Wabetainfo અનુસાર, ચેટ હેડરમાં એક નવું વેવફોર્મ આઇકોન ઉમેરવામાં આવશે જેનાથી યુઝર્સ ઓડિયો ચેટ કરી શકશે ચાલુ કૉલને સમાપ્ત કરવા માટે લાલ બટન પણ જોવા મળશે.
આવી રહી છે ઓડિયો ચેટ
રિપોર્ટ્સ મુજબ વેવફોર્મ આઇકોન રીઅલ-ટાઇમ ઓડિયો વિઝ્યુલાઇઝેશનની શક્યતા દર્શાવે છે, એવી શક્યતા છે કે ચેટ હેડરની ઉપરની જગ્યા ઓડિયો વેવફોર્મ્સ પ્રદર્શિત કરવા માટે આરક્ષિત હોય. નવુ ફીચર એક ન્યૂનતમ ઇન્ટરફેસ પ્રદાન કરશે જે વપરાશકર્તાઓને તેમની વાતચીતમાં નેવિગેટ કરતી વખતે ઑડિયો વેવ્સ જોવાની અનુમતિ આપશે.
આ સિવાય રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ફીચર કેવી રીતે કામ કરશે તે અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી, કારણ કે તેના પર હજુ કામ ચાલી રહ્યું છે. દરમિયાન, મેટાએ વિન્ડોઝ માટે એક નવી WhatsApp એપ્લિકેશન રજૂ કરી છે જે ઝડપથી લોડ થાય છે અને એપ્લિકેશનના મોબાઇલ વર્ઝન જેવું જ ઇન્ટરફેસ પેશ કરે છે. વપરાશકર્તાઓ હવે આઠ જેટલા લોકો સાથે ગ્રુપ વિડિયો કૉલ્સ અને 32 જેટલા લોકો સાથે ઑડિયો કૉલ્સ હોસ્ટ કરી શકશે..
આ પણ વાંચો:
મોંઘવારીની મોટી થપાટ માટે રહો તૈયાર, 1 એપ્રિલથી વધશે CNG-PNG ગેસના ભાવ!
કાર ચલાવતી વખતે કરેલી આ ભુલ ઘટાડે છે કારની માઈલેજ, માઈલેજ વધારવી હોય તો ન કરો આ ભુલ
જો તમારામાં આ 4 ગુણ હશે તો મહિલાઓ આપોઆપ ખેંચાઈ આવશે, બીજા પુરુષો બળીને ખાખ થઈ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube