Metaએ WhatsApp પર ચેટ્સને 'વધુ મજેદાર અને પ્રોડક્ટિવ' બનાવવા માટે બે નવા અપડેટ શેર કર્યા છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે વપરાશકર્તાઓને પોલ્સને અપડેટ કરવા સાથે કૅપ્શન્સ સાથે મીડિયા ફોરવર્ડ કરવાની મંજૂરી આપી છે. આ અપડેટ્સથી યુઝરનું કામ સરળ થઈ જશે. આવો જાણીએ આ અપડેટ્સ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Single Option Poll: હવે પોલ બનાવવાવાળા લોકો આ ઓપશનનો ઉપયોગ કરીને સિંગલ-ઓપ્શન પોલ બનાવી શકે છે જેમાં લોકો માત્ર એક જ વાર વોટ આપી શકે છે. આનાથી વધુ 'ડિફીનિટીવ આન્સર' મળે છે.  વપરાશકર્તાઓ આ અપડેટનો ઉપયોગ કરવા માટે 'એલો મલ્ટીપલ આન્સર' વિકલ્પને બંધ કરી શકો છો. આ ફીચર તાજેતરમાં તમામ iOS WhatsApp યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:
3 દિવસ પછી આ રાશિના જાતકો માટે શરૂ થશે ખરાબ સમય! ધંધામાં થઈ શકે છે મોટું નુકસાન
Shani Vakri: 'શનિની ઉલટી ચાલ'થી આ 3 રાશિઓની થશે બલ્લે બલ્લે! ચમકી જશે કિસ્મત
ભારતનું સૌથી મોટું રેલ્વે જંકશન,  દેશના કોઈપણ ખૂણે જવું હોય અહીંથી મળી જશે ટ્રેન


પોલ અપડેટ : પોલ બનાવવાવાળા લોકોને હવે પોલના જવાબ મળવા પર નોટિફિકેશન પણ મળશે અને તેઓ જોઈ શકશે કે કેટલા લોકોએ વોટ આપ્યો છે.


Search chats for polls: યુઝર્સ હવે પોલ્સના સંદેશોને ફિલ્ટર કરી શકે છે, જેમ કે ફોટા, વિડિઓ અથવા લિંક્સ. ચેટ સ્ક્રીન પર, યુઝર્સ સર્ચ  પર ક્લિક કરી શકે છે અને પછી  'પોલ્સ' પર ક્લિક કરી તમામ પરિણામોની સૂચિ શોધી શકે છે.


મેટાની પોસ્ટમાં એ પણ જાહેરાત કરવામાં આવી છે કે હવે જ્યારે WhatsApp વપરાશકર્તાઓ કૅપ્શન ધરાવતું મીડિયા ફોરવર્ડ કરે છે, ત્યારે તેમની પાસે તેને રાખવા, દૂર કરવા અથવા ફરીથી લખવાનો વિકલ્પ મળશે જેથી જ્યારે ચેટ્સ વચ્ચે ફોટા શેર કરવામાં આવે ત્યારે વધારાની માહિતી આપી શકાય. જ્યારે યુઝર્સ ફોટો અને વીડિયો ફોરવર્ડ કરે છે, ત્યારે તેમને કૅપ્શન ઉમેરવાનો વિકલ્પ પણ મળશે.


આ પણ વાંચો:
45 વર્ષ સુધીની ઉંમરના લોકો માટે સરકારી નોકરીની શાનદાર તક, જાણો ક્યાં કેવી રીતે કરશો
શું તમને પણ VIP નંબર જોઈએ છે? હવે ફ્રીમાં ઘરે બેઠા મળી જશે સિમ; જાણો પ્રોસેસ
Instant PAN card: ઘરે બેઠા 9 મીનિટમાં બની જશે પાન કાર્ડ, તે પણ બિલકુલ ફ્રી; આ રીતે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube