Web WhatsApp નું નવું શાનદાર ફીચર, તેના વિના થશે નહી Login
અત્યાર સુધી વેબ WhatsApp- Web Whatsapp દ્રારા સીધો QR કોડ સ્કેન કરી કોમ્યુટર સાથે કનેક્ટ થઇ જતું હતું પરંતુ હવે એવું નહી હોય. QR કોડ સ્કેન પહેલાં ફિંગર પ્રિંટ દ્રારા ફોનને અનલોક કરવો પડશે.
Web WhatsApp Security Features udate: પોપ્યુલર મેસેજિંગ એપ Whatsapp એક નવું ફીચર લઇને આવી રહ્યું છે. યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં Whatsapp માં હવે ફેસ અથવા બાયોમેટ્રિક સ્કેનિંગ ફીચર હશે. રિપોર્ટ્સ અનુસાર Web WhatsApp વર્જન પર ફિંગરપ્રિંટ (Fingerprint) ની સિક્યોરિટી મળી જશે. એટલે કે કોમ્યુટર પર હવે તમારા સિવાય કોઇ બીજું WhatsApp કનેક્ટ કરી શકશે નહી.
કોમ્યુટર પર કેવી કનેક્ટ થશે WhatsApp?
અત્યાર સુધી વેબ WhatsApp- Web Whatsapp દ્રારા સીધો QR કોડ સ્કેન કરી કોમ્યુટર સાથે કનેક્ટ થઇ જતું હતું પરંતુ હવે એવું નહી હોય. QR કોડ સ્કેન પહેલાં ફિંગર પ્રિંટ દ્રારા ફોનને અનલોક કરવો પડશે. આ ઉપરાંત ફેસ સ્કેનનો ઓપ્શન પણ હશે. આ ફીચરની પ્રાઇવેસી અને સિક્યોરિટીને લઇને તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ યૂઝર્સની જાણકારી વિના કોઇ બીજું Web WhatsApp ની નવી સીઝન ક્રિએટ કરી શકતું નથી.
Xiaomi: ભલે હીનાને પસંદ ન હોય, પણ આ નવા મોડલના ફીચર્સ જોઇ તમે બની જશો MI ના દિવાના
પહેલાં કરતાં વધુ સુરક્ષિત અને બદલી ડિઝાઇન
Web WhatsApp પર લોગીન કરવાની આ પ્રક્રિયા પહેલાં કરતાં વધુ સુરક્ષિત હોવાની સાથે વધુ ઝડપી હશે. આ ઉપરાંત Web WhatsApp ની ડિઝાઇન પણ બદલાયેલી જોવા મળશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube