નવી દિલ્હી: વોટ્સએપ એ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનું ફીચર એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ માટે જાહેર કર્યું છે. આ પહેલાં iOS માટે આ ફીચર આપવામાં આવ્યું હતું જ્યાં યૂઝર્સને ફેસ આઇડીથી વોટ્સઅપ સિક્યોર કરવાનો ઓપ્શન મળતો હતો. ફક્ત ફેસ આઇડી જ નહી પરંતુ જે iPhone માં ટચ આઇડી છે તેને પણ આ ફીચર પહેલાંથી જ આપવામાં આવ્યું હતું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp એ કહ્યું કે તે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં જેમાં ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યા છે, યૂઝર્સને ફિંગરપ્રિંટ સ્કેનર દ્વારા WhatsApp લોક કરવાનું ફીચર મળશે. તેને અનેબલ તમારે મેનુઅલી કરવું પડશે. તમે તમારા WhatsApp ને અપડેટ કરી શકો છો.

એકસાથે ઘણા ડિવાઇસ પર ઓપરેટ કરી શકાશે વોટ્સએપ, આવી શકે છે નવું ફીચર


WhatsApp એ પોતાના ઓફિશિયલ બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં કંપનીએ આઇફોન માટે ટચ આઇડી અને ફેસ આઇડીનો સપોર્ટ આપ્યું હતું જેથી યૂઝર્સને એકસ્ટ્રા લેયર સિક્યોરિટી આપી શકાય. હવે આ પ્રકારનું ઓથેન્ટિકેશન એંડ્રોઇડ સ્માર્ટફોન્સ માટે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. 


Android યૂઝર્સ આ રીતે સેટ કરી શકે છે ફિંગરપ્રિંટ લોક
WhatsApp ઓપન કરો અને Settings પર ટેપ કરો, અહીં Account સિલેક્ટ કરો. Privacy ઓપ્શનની અંદર Fingerprint લોકનું ઓપ્શન મળશે. અહીંથી તમે તેને ઓન કરી લો અને કન્ફોર્મ કરો. ત્યારબાદ વોટ્સઅપ ઓપન કરવા માટે ફિંગરપ્રિંટ ઓથેન્ટિકેશનની જરૂર પડશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે Android માં ઘણા પ્રકારની થર્ડ પાર્ટી એપ્સ મળે છે જેથી લોકો WhatsApp અને બીજી એપ્સને લોક કરે છે. WhatsApp નું આ નવું ફીચર આવ્યા બાદ હવે કોઇ ફિંગપ્રિંટ સ્કેનરવાળા સ્માર્ટફોન યૂઝર્સને કોઇપણ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવાની જરૂર નહી હોય.  જો તમારા વોટ્સઅપ માટે અપડેટ નથી આવી તો થોડો સમય રાહ જુઓ.