નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી મેસેન્જર સેવા આપતી કંપની વોટ્સએપએ ભારતમાં 15 મેથી લાગુ થતી નવી પ્રાઈવેસી પોલિસી હાલ ટાળી છે. કંપનીએ પ્રાઈવેસી પોલિસીને લાગુ કરવાની નવી તારીખની જાહેરાત કરી નથી. કંપનીએ શુક્રવારના કહ્યું કે નવી પોલીસીને સ્વીકાર ન કરનારનું એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે નહીં.


યૂઝર્સને રીમાઇન્ડર્સ મોકલવાનું ચાલુ રહેશે
આ નિવેદનમાં, વોટ્સએપએ કહ્યું છે કે નવી પ્રાઈવેસી પોલિસીને સ્વીકારવા યૂઝર્સને રિમાઇન્ડર્સ મોકલવાનું ચાલુ રાખશે. આ પ્રક્રિયા આગામી કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહેશે. અગાઉ આ નવી પ્રાઈવેસી પોલિસી 8 ફેબ્રુઆરીથી અમલમાં આવવાની હતી. પરંતુ વિવાદ વધ્યા પછી તેને 15 મે સુધી મુલતવી રાખવામાં આવી. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આ અંગે અહેવાલ આપ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube