નવી દિલ્હી: WhatsApp નો ઉપયોગ મનોરંજન અને કામ માટે કરવામાં આવે છે. વોટ્સઅપ સ્ટેટસ એક મજેદાર ફીચર છે. જ્યાં લોકો મજેદાર વીડિયો અને ફોટો સાથે સાથે મેમોરેબલ ફોટા શેર કરે છે, જેને આપણા મિત્રો અને અને સંબંધીઓ તેને 24 કલાક સુધી જોઇ શકે છે. પરંતુ આ ફીચર પતિ-પત્ની માટે ઝઘડાનું કારણ બની ગયું. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક પત્નીએ વોટ્સઅપ સ્ટેટ્સ (WhatsApp Status) મુક્યું, તો પતિએ બબાલ મચાવી દીધી. ઝઘડો એટલો વધી ગયો કે પતિએ પત્ની પર હાથ ઉઠાવી દીધો. પછી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગઇ અને પતિ પર FIR નોંધાવી દીધી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હતો મામલો?
પત્નીએ પોતાના વોટ્સઅપ સ્ટેટ્સ (WhatsApp Status) પર સ્ટેટસ શેર કર્યું હતું. પતિ મોડી રાત્રે ઘરે પરત ફર્યો અને પત્ની દ્વારા શેર કરવામાં આવેલું સ્ટેટસ જોઇ ગુસ્સે થયો. લડાઇ એટલી વધી ગઇ કે પતિએ એમ કહેતાં હાથ ઉઠાવ્યો કે 'આગળ તું ક્યારેય વોટ્સઅપ સ્ટેટ્સ (WhatsApp Status) શેર નહી કરે. આખરે પુત્રએ લડાઇ શાંત કરાવી. પતિએ મારઝૂડથી પત્નીએ હસનગંજ પોલીસમથક પહોંચી પતિ વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે, જેમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. 


ઝઘડાથી બચવા માટે આ રીતે છુપાવો WhatsApp Status
Android માં WhatsApp Status આ રીતે કરો હાઇડ:
1. WhatsApp ઓપન કરો અને ત્યાં Status પર ક્લિક કરો. ત્યારબાદ રાઇટ સાઇડમાં ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. 
2. જ્યાં તમને Status Privacy નું ઓપ્શન મળશે.
3. સ્ટેટસ પ્રાઇવેસીમાં માય કોન્ટેક્ટ્સ એકસેપ્ટ પર ક્લિક કરો. 
4. ત્યારબાદ કોન્ટેક્ટની એક વિંડો ઓપન થશે અને તમે જેને પણ હાઇડ કરવું જોઇએ છે તે નંબરને સિલેક્ટ કરો. 
5. સિલેક્ટ કરેલા નંબર્સને તમારું સ્ટેટ્સ દેખાશે નહી. 

Ola EV ને ટક્કર આપવા આવી રહ્યું છે બેટરી વિનાનું સ્કૂટર, 2 ડિસેમ્બરે થશે લોન્ચ


iPhone માં WhatsApp Status આ રેતે કરો હાઇડ
- સૌથી પહેલાં તમારે તમારા WhatsApp ની સેટિંગ્સમાં જવું પડશે.
- ત્યારબાદ સેટિંગ્સ વિંડોમાં એકાઉન્ટનું ઓપ્શન જોવા મળશે. 
- પછી તમારે ત્યાં આપવામાં આવેલા પ્રાઇવેસી બટન ક્લિક કરવું પડશે, ત્યારબાદ કેટલાક ઓપ્શન જોવા મળશે તેમાં Status પર ક્લિક કરો. 
- સ્ટેટસ પર તમારે  My Contacts Except પર ક્લિક કરવું પડશે. 
- ત્યારબાદ તમારી વિંડોમાં કોન્ટેક્ટ લિસ્ટ ઓપન થશે અને તેમાંથી તમારે જેને પણ હાઇડ કરવા માંગો છો તે કોન્ટેક્ટને સિલેક્ટ કરી લો.
- ત્યારબાદ તમને સ્ટેટસ સિલેક્ટ કરવામાં આવેલા કોન્ટેક્ટ માટે હાઇડ થઇ જશે અને તે તમારું સ્ટેટસ જોઇ શકાશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube