Ola EV ને ટક્કર આપવા આવી રહ્યું છે બેટરી વિનાનું સ્કૂટર, 2 ડિસેમ્બરે થશે લોન્ચ
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા Bounce એ જાહેરાત કરી છે કે ઇન્ફિનિટી ઇલેકટ્રિક સ્કૂટરને ભારતમાં 2 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે અને લોન્ચ તારીખથી જ EV નું બુકિંગ પણ શરૂ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા Bounce એ જાહેરાત કરી છે કે ઇન્ફિનિટી ઇલેકટ્રિક સ્કૂટરને ભારતમાં 2 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે અને લોન્ચ તારીખથી જ EV નું બુકિંગ પણ શરૂ કરવામાં આવશે. કંપની લોન્ચ બાદ આગામી વર્ષથી ગ્રાહકોને આ ઇલેક્ટ્રિક સ્કૂટર સોંપવાનું શરૂ કરવાની છે.
Ola ની તર્જ પર બાઉન્સ EV (Bounce EV) પણ ઇ-સ્કૂટરનું બુકિંગ 400 રૂપિયાની ટોકન રકમ સાથે ચાલુ કરશે. Bounce Infinity સ્કૂટર સાથે સ્માર્ટ, અલગ થનાર લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. જરૂર પડતાં આ સ્કૂટરમાંથી બેટરી અલગ કરી શકાશે અને સુવિધા મુજબ તેને ચાર્જ કરી શકાશે.
કંપની સ્કૂટરમાં અનોખી 'બેટરી એઝ અ સર્વિસ' વિકલ્પ પણ આપાવામાં આવી રહી છે જ્યાં ગ્રાહક બેટરી વિના પણ સ્કૂટર ખરીદી શકે છે, તેનાથી સ્કૂટર ખૂબ વ્યાજબી થઇ જાય છે. ત્યારબાદ ગ્રાહક બોનસના બેટરી-સ્વેપિંગ નેટવર્કની મદદ વડે ચાર્જ જમા કરી ડિસ્ચાર્જ બેટરીની જગ્યાએ ફૂલ ચાર્જ બેટરી સ્કૂટરમાં લગાવી શકો છો. આ વિકલ્પ વડે બેટરી લાગેલા સ્કૂટરના મુકાબલે 40 ટકા ઓછી કિંમતે બેટરી વિનાના સ્કૂટરને ખરીદી શકાશે.
કંપનીએ નવી ઇન્ફિનિટી ઇવીની અત્યાર સુધી કો સત્તાવાર જાણકારી આપી નથી. આ દરમિયાન કંપનીએ જાહેરાત કરી, 2021 મા% 22 મોટર્સના 100 ટકા અધિગ્રહણ લગભગ 52 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છે. આ ડીલના અંતગર્ત ઇલેક્ટ્રિક વાહન નિર્માતાએ 22 મોટર્સના રાજસ્થાન સ્થિત ભિવાડી પ્લાન્ટ અને ત્યાંની સંપત્તિ પર અધિકાર જમાવી લીધો છે. આ પ્લાન્ટમાં વાર્ષિક 1,80,000 સ્કૂટર્સનું ઉત્પાદન કરી શકાય છે. આ ઉપરાંત કંપનીએ દક્ષિણ ભારતમાં નવા પ્લાન્ટ શરૂ કરવાની નીતિની જાહેરાત કરી દીધી છે. આ સ્કૂટરનો મુકાબલો Ola S1 અને TVS આઇક્યૂબ ઉપરાંત ઘણા સ્કૂટર્સ સાથે થવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે