હવે આ રીતે જુઓ WhatsApp સ્ટેટસ, કોઈને પણ નહી થાય જાણ, આ છે ગજબની છે ટ્રિક
WhatsAppનો ઉપયોગ અત્યારના સમયમાં બધા લોકો કરે છે, પરંતુ આ એપમાં ઘણી એવી ટ્રિક છે, જે તમને ખબર પણ નહી હોય, આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવા જઈ રહ્યાં છીએ.
નવી દિલ્હી: WhatsAppનો ઉપયોગ અત્યારના સમયમાં બધા લોકો કરે છે, પરંતુ આ એપમાં ઘણી એવી ટ્રિક છે, જે તમને ખબર પણ નહી હોય, આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવા જઈ રહ્યાં છીએ. મોટાભાગના યૂજર્સ વોટ્સએપ પર પોતાના ઓળખીતાના WhatsApp ‘Status’ ચેક કરે છે. પરંતુ તમે જેનું પણ વોટ્સએપ સ્ટેટસ ચેક કરો છો તેમને એ જાણવા મળી જાય છે કે કોણે કોણે તેમનું વોટ્સએપ સ્ટેટસ ચેક કર્યું છે. આજ અમે તમને એક એવી ટ્રિક બતાવીશું જેનાથી તમે કોઈપણનું વોટ્સએપ સ્ટેટસ જોઈ શકશો અને તેને ખબર પણ નહી પડે.
Read receip ફિચર
આ ટ્રિક માટે આપણે વોટ્સએપના Read receip ફીચરનો યૂઝ કરશું. ‘Read receipt’ ફિચર દ્રારા આપણને ટિક માર્ક જાણવા મળે છે કે આપણો મોકલેલો મેસેજ રિસિવ થઈ ગયો છે. તેની સાથે જ રિસિવર દ્રારા મોકલવામાં આવેલો મેસેઝને વાંચી લીધા પછી આ ટિક માર્ક બ્લૂ રંગનો થઈ જાય છે. જો ‘Read receipt’ ફિચર ને આપણે ડિસેબલ કરી દઇએ તો આપણને મેસેજ મોકલવા પર ફક્ત ટિક માર્ક જોવા મળશે. એટલે આપણે એ નહી જાણી શકીએ કે રિસીવરે મેસેજ વાંચ્યો કે નહી.
ફિચરને કરો ડિસેબલ
જો તમે WhatsApp Statusને કોઈને જાણ ના થાય એમ જોવા ઈચ્છો છો તો તમારે તમારા વોટ્સએપ પર ‘Read receipt’ ફિચરને ડિસેબલ કરવું પડશે. એક વખત રીડ સિસિપ્ટ ફિચરને તમે ડિસેબલ કરશો તો તમે પણ નહી જોઈ શકો કે તમારું સ્ટેટસ કોને જોયું. અહી અમે તમને બતાવીશું તમે તમારા વોટ્સએપ પર રીડ રિસિપ્ટ ફિચરને ડિસેબલ કેમનું કરશો.
Step 1 – Read receipt ફિચરને ડિસેબલ કરવા મટે સૌથી પહેલા વોટ્સએપની સેટિંગ ઓપન કરો.
Step 2 – સેટિંગ મેનુમાં તમારા એકાઉન્ટ સેક્શન પર ટેપ કરી પ્રાઈવેસી પર ક્લિક કરવું
Step 3 – પ્રાઈવેસી સેક્શનમાં તમને Read receipt જોવા મળશે, જેની સામે ટોગલ છે. તેને તમારે ડિસેબલ કરવાનું છે.
Read receipt ફિચરને ડિસેબલ કર્યા પછી તમે જે કોઈપણનું વોટ્સએપ સ્ટેટસ જોશો તેમને એ ખબર નહી પડે. તેની સાથે તમે પણ એ ચેક નહી કરી શકો કે તમારું સ્ટેટી કોને જોયું. તેની સાથે જ કોઈને મેસેજ મોકલવા પર તમે એ પણ નહી જોઈ શકો કે તે રિસિવરે મેસેજને રીડ કર્યો છે કે નહી.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube