નવી દિલ્હી; કોરોના લોકડાઉનના લીધે દેશભરમાં લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળી શકતા નથી. એવા સમયમાં સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. તાજેતરમાં આવેલા આંકડાના અનુસાર ભારતમાં સૌથી વધુ ઉપયોગ વોટ્સઅપનો કરવામાં આવી રહ્યો છે. લોકો એકબીજાને કોરોના વાયરસ સાથે જોડાયેલી જાણકારી અને વિડીયોઝ શેર કરી રહ્યા છે. સાથે જ વોટ્સઅપ સ્ટેટ્સ પર પણ વીડિયો સ્ટેટ્સની સંખ્યા ખૂબ વધી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવામાં ઇંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સઅપ (WhatsApp) એ પોતાના સર્વર લોડને ઓછો કરવા માટે મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર વોટ્સઅપ નવું ફીચર જાહેર કરી રહી છે. જેના હેઠળ યૂઝર્સ Status પર લાંબા વિડિયોઝ અપડેટ કરી શકશે. 


હવે ફક્ત 15 સેકન્ડનું વોટ્સઅપ સ્ટેટ્સ
વોટ્સઅપ સાથે જોડાયેલી જાણકારી શેર કરનાર વેબસાઇટ WABetaInfoના અનુસાર, વોટ્સઅપએ વોટ્સઅપ સ્ટેટ્સ પર વિડીયોઝ પોસ્ટ કરવાની નવી ટાઇમ્સ લિમિટ નક્કી કરી દીધું છે. તેના અનુસાર ભારતમાં હવે યૂઝર્સ 15 સેકન્ડથી વધુ લાંબા વિડીયો સ્ટેટ્સ પર અપડેટ કરી શકશો નહી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર ખાસકરીને ભારતીય યૂઝર્સ માટે જ લાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આવું સર્વર ટ્રાફિકને ઓછો કરવા માટે કરવામાં આવ્યો છે. 


વોટ્સઅપ આ ફીચર યૂઝર્સ પહોંચાડવા લાગ્યા છે. આ પહેલાં સુધી યૂઝર્સ વધુમાં વધુ 30 સેકન્ડનો વિડીયો સ્ટેટસ પર અપડેટ કરી શકો છો. એટલે કે અત્યારે મર્યાદાને અડધી કરી દેવામાં આવી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર