વોટ્સઅપનું નવું ફિચર કરશે તમારા ફોનની ચોકીદારી, Fake Newsની ખૈર નહી
આ ફિચર દ્વારા તમારી પાસે આવનાર કોઇપણ શંકાસ્પદ લિંકની ઓળખ કરવામાં આવશે અને તેને બ્લોક કરી દેવામાં આવશે. કંપનીએ તે ફિચરનું નામ `સસ્પીશસ લિંક ડિટેક્શન` છે અને હાલ તેનું ટેસ્ટિંગ ચાલુ છે.
નવી દિલ્હી: ફેક ન્યૂઝ અને સંદિગ્ધ લિંકને અટકાવવા માટે વોટ્સઅપે એક નવું ફિચર જાહેર કર્યું છે. આ ફિચર દ્વારા તમારી પાસે આવનાર કોઇપણ શંકાસ્પદ લિંકની ઓળખ કરવામાં આવશે અને તેને બ્લોક કરી દેવામાં આવશે. કંપનીએ તે ફિચરનું નામ 'સસ્પીશસ લિંક ડિટેક્શન' છે અને હાલ તેનું ટેસ્ટિંગ ચાલુ છે. આ ફિચર વોટ્સઅપના બીટા વર્જન 2.18.221 પર ઉપલબ્ધ છે. ટેસ્ટિંગ બાદ કંપનીઆ ફિચરને બધા એંડ્રોઇડ યૂજર્સ માટે રિલીજ કરી દેશે.
PM મોદીએ આમ જનતાને આપી એવી ભેટ કે રવિવાર બની ગયો યાદગાર
વોટ્સઅપના આ ફિચર વિશે વેબસાઇટ WABetaInfoએ જણાવ્યું હતું કે યૂજર્સ પાસે મેસેજની સાથે આવનાર લિંક આપમેળે સ્કેન થઇ જશે અને લિંક વોટ્સઅપને શંકાસ્પદ લાગશે તે 'સસ્પીશસ લિંક ટેક્સ્ટ'ની સાથે લાલ રંગમાં હાઇલાઇટ થઇ જશે. ત્યારબાદ પણ જો યૂજર લિંક ખોલવાનો પ્રયત્ન કરશે, તો તેને શંકાસ્પદ લિંકની ચેતાવણી આપવામાં આવશે કે તમે એક ખતરનાક લિંક ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છો. હવે તમારી પાસે પરત જવા અથવા લિંક ખોલવાનો બે વિકલ્પ હશે.
વોટ્સઅપના આ પ્રકારના ફિચરને લઇને જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફિચર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે, પરંતુ હજુ એ તપાસ કરવાની બાકી છે કે વોટ્સઅપ બધી શંકાસ્પદ લિંકને યોગ્ય રીત સ્કેન કરી શકે છે કે નહી. આ ફિચરની મદદથી વોટ્સઅપ મેસેજમાં આવનાર બધા અક્ષરોને સ્કેન કરશે અને શંકાસ્પદ કીવર્ડ મળતાં તેને સસ્પીશસની યાદમાં મુકી દેશે. શરૂઆતમાં કંપની આ ફિચરને એંડ્રોઇડ માટે લાવશે. આઇફોન અને વિંડોજ યૂજર્સને તેની સુવિધા બાદમાં મળશે.
પેલેસમાંથી એન્ટિક વસ્તુઓની ચોરી, વાંકાનેરના યુવરાજે જાહેર કર્યું 5 લાખનું ઇનામ
આ પહેલાં ફેક ન્યૂઝ પર લગાવ કસવા માટે વોટ્સઅપે ચેટની લિમિટ નક્કી કરી દીધી હતી. કંપનીના અનુસાર હવે ભારતીય યૂજર્સ ક્વિક ફોરવર્ડ બટનનો ઉપયોગ કરી શકશે નહી. વોટ્સઅપે આ ફિચરમાં ફક્ત ભારતીય યૂજર્સ માટે ફેરફાર કર્યા છે. વોટસઅપની નવી ગાઇડલાઇન્સ અનુસાર ભારતીય યૂજર્સ બીજા દેશોની તુલનામાં વધુ મેસેજ ફોરવર્ડ કરે છે. તેમાં વીડિયો અને ફોટોજ પણ સામેલ છે. તમને જણાવી દઇએ કે વોટ્સઅપના ભારતમાં 20 કરોડ યૂજર્સ છે. થોડ દિવસો પહેલાં વોટ્સઅપે ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. પરંતુ ફેક ન્યૂઝ પર લગામ કસવા માટે ભારત સરકારે વધુ એક નોટિસ જાહેર કરી હતી. તમને જણાવી દઇએ કે ફેક ન્યૂઝ વોટ્સઅપ દ્વારા ફેલતા દેશમાં ઘણી જગ્યા મોબ લિંચિંગના સમાચાર સામે આવ્યા હતા.