નવી દિલ્હીઃ વોટ્સએપ યુઝર્સને સ્પેમ મેસેજથી છુટકારો અપાવવા માટે કંપનીએ તૈયારી પુરી કરી લીધી છે. વોટ્સએપ યુઝર્સ ગુડ  મોર્નિંગ અને ગુડ ઈવનિંગના ફોરવર્ડ મેસેજથી પરેશાન રહે છે. યુઝર્સને આવા મેસેજથી છુટકારો અપાવવા માટે વોટ્સએપ એક ફીચર  ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચરની ખાસિયત તે હશે કે યુઝર્સને ફોરવર્ડ મેસેજની જાણકારી મળશે. યુઝર્સ સરળતાથી તે જાણી શકશે કે આ  મેસેજ કોઇ દ્વારા ટાઇપ કરવામાં આવ્યો છે કે બીજા ચેટથી ફોરવર્ડ કરવામાં આવ્યો છે. જો મેસેજ ફોરવર્ડ કરવામાં આવશે તો તેના પર  'Forwarded Message' લખેલુ હશે, તેથી ખબર પડી જશે કે મેસેજ કોપી કરીને ફોરવર્ડ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીટા વર્જન માટે ઉપલબ્ધ
WABETaInfo જે વોટ્સએપ સાથે જોડાયેલી જાણકારી આપે છે તેણે આ ફીચરને સ્પોટ કર્યો છે. જાણકારી પ્રમાણે આ ફીચર  વોટ્સએપના એન્ડ્રોઇડ વર્ઝન  2.18.67માં મળશે. આ સિવાય આ ફીચર વિન્ડોઝમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. આ ફીચર આવ્યા  બાદ તમને દરરોજ મળતા ગુડ મોર્નિંગ અને ગુડ ઈવનિંગના મેસેજથી છુટકારો મળી શકે છે. 


વિન્ડોઝ બાદ એન્ડ્રોઇડ માટે સ્ટીકર લોન્ચ 
વોટ્સએપે વિન્ડોઝ બાદ હવે એન્ડ્રોઇડ માટે સ્ટીકર ફીચરનું બીટા વર્ઝન લોન્ચ કરી દીધું છે. ફોરવાર્ડેડ મેસેજ ટ્રેકિંગ અને સ્ટીકર ફીચરને  બાઇ ડિફોલ્ડ ડિસેબલ રાખવામાં આવ્યું છે. WABETaInfoથી મળેલી જાણકારી પ્રમાણે જો કોઇ વોટ્સએપ યુઝર્સને ફોરવર્ડ મેસેજ  મળે તો તેને મેસેજ વિશે જાણકારી આપવામાં આવશે. 


બીટા વર્ઝન પર ગ્રુપ ડિસ્ક્રિપ્શનનું નવુ ફીચર 
આ બે ફીચર સિવાય વોટ્સએપે એન્ડ્રોઇડ અને વિન્ડોઝ માટે બીટા વર્ઝનમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શનનું નવુ ફીચર આપ્યું છે. આ ફીચરને ઈનેબલ  કરવાની જરૂરીયાત નથી. આ ફીચર યુઝર્સને દેખાશે. ડિસ્ક્રિપ્શન ફીચર મુજબ ગ્રુપનો કોઈપણ સભ્ય ગ્રુપના ડિસ્ક્રિપ્શનને એડિટ કરી શકે  છે. ડિસ્ક્રિપશનની શબ્દ સીમા 500 શબ્દો નક્કી કરવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપને વધુ રસપ્રદ અને ફ્રેન્ડલી બનાવવાની ઈચ્છાથી આ  ફીચર જોડવામાં આવ્યું છે.