WhatsApp Time limit to delete messages increased: મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર યૂઝર્સના અનુભવને વધુ સારો કરવા માટે નીત નવા ફીચર્ચ લાવતું રહે છે. આજે કંપનીએ એક એવા દમદાર ફીચરને રોલ આઉટ કર્યું છે જે જાણીને તમે ઉછળી પડશો. આ અપડેટ આવ્યા બાદ યૂઝર્સ પોતાના પરિવાર, મિત્રો અને અન્યને મોકલેલા મેસેજ 2 દિવસ બાદ પણ ડિલીટ કરી શકશે. આ અગાઉ મોકલેલા મેસેજને ડિલીટ કરવા માટે જે ઓપ્શન હતું તેમાં સમયમર્યાદા એક કલાકની જ હતી. એટલે કે એક કલાક સુધી જ તમે મેસેજ ડિલીટ કરી શકો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેટાના સ્વામિત્વવાળી કંપની વોટ્સએપે આ નવા ફીચર વિશે ટ્વિટર પર જાણકારી આપી છે. વોટ્સએપે જણાવ્યું કે આ ઓપ્શન ચોક્કસપણે એવા લોકો માટે મદદગાર સાબિત થશે જે અગાઉ મોકલેલા મેસેજને ડિલીટ કરવાનું વિચારી રહ્યા હશે. જો કે આ નવી સુવિધા માટે યૂઝર્સે પોતાનું વોટ્સએપ વર્ઝન અપડેટ કરવાનું રહેશે. 


હવે 2 દિવસ બાદ પણ મેસેજ ડિલીટ કરી શકાશે
વોટ્સએપ યૂઝર્સ પાસે મેસેજ મોકલ્યા બાદ હવે તેને હટાવવા માટે 2 દિવસ અને 12 કલાકનો સમય રહેશે. અગાઉ આ સમય ફક્ત 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડનો હતો. વોટ્સએપ પર મોકલાયેલા મેસેજને હટાવવા માટે તમારે થોડી પળો માટે તેને ટેપ કરી હોલ્ડ કરવાનું રહેશે અને પછી ડિલીટ બટન પર ક્લિક કરીને મેસેજ ડિલીટ કરવો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube