નવી દિલ્લીઃ તમે Whatsapp પર ડિલીટ કરેલા મેસેજને ફરી વાંચી શકાય  છે જે માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવા પડશે. આ સ્ટેપ ફોલો કર્યા પછી એ દરેક મેસેજ સામે આવી જશે કે જે તમે ડિલીટ કર્યા છે. આવો જોઈએ આ કેવી રીતે કરી શકાય છે. Whatsapp નો વપરાશ કરોડો ભારતીયો કરે છે જેમાં યૂઝર્સ ચેટની સાથે-સાથે ઓ઼ડિયો અને વીડિયો કોલ પણ કરી શકો છો. Whatsapp ને વધુ મજેદાર બનાવવા માટે  યૂઝર્સ નવી ટ્રિક્સ શોધતા રહે છે.  Whatsapp ના ઘણા એવા ફીચર્સ છે જેના વિશે યૂઝર્સ જાણતા નથી. હંમેશા લોકો Whatsapp પર ફાલતુ મેસેજ ડિલીટ કરી દે  પરંતુ આમાં ક્યારેક ક્યારેક કામના મેસેજ પણ ડિલીટ થઈ જતા હોય છે. શું તમે જાણો છો કે એજ મેસેજને તમે ફરીથી  વાંચી શકો છો. આજે અમે તમને આવી જ એક ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mujse Dosti Karogi ની છોટી Kareena 19 વર્ષ બાદ આવી દેખાય છે, અત્યારે વેબસિરીઝમાં મચાવે છે ધૂમ

તમને જણાવી દઈએ કે, Whatsapp પર એવો કોઈ ફીચર નથી જેનાથી તમે ડિલીટ થયેલો મેસેજ જોઈ શકો. Whatsapp પર ડિલીટ થયેલા મેસેજને બીજી વખત વાંચી શકાતો નથી પરંતુ જો કોઈ જરૂરી મેસેજ ડિલીટ થઈ ગયો છે અને તમે તેને વાંચવા ઈચ્છો છો તો થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનો રહેશે.


આવી રીતે વાંચી શકો છો ડિલીટ થયેલા Whatsapp મેસેજ:

1.Whatsapp પર ડિલીટ થયેલા મેસેજને વાંચવા માટે તમારે થર્ડ પાર્ટી એપ WhatsRemoved+ ડાઉનલોડ કરવાની રહેશે.
2. પ્લે સ્ટોરથી WhatsRemoved+ ઈન્સ્ટોલ કર્યા પછી ટમ્સ એન્ડ કન્ડીસન્સને એક્સેપ્ટ કરી દો..
3. એપનો ઉપયોગ કરવા માટે નોટિફિકેશનનો એક્સેસ આપવાનો રહેશે.
4. પછી એ એપ્લીકેશનને સિલેક્ટ કરો, જેના નોટિફિકેશન તમારે નથી જોયતા.
5. ત્યાર પછી Whatsapp ને ઈનેબલ કરો  અને કંટીન્યુ પર ક્લિક કરો.
6. પછી જ્યારે તમે પેજ પર જશો, તો  Whatsapp પર ડિલીટ થયેલા મેસેજ વાંચી શકશો.
7.સ્ક્રીનના ટોપ પર ડિટેક્ટેડ ઓપ્શનની પાસે  Whatsapp નો આઈકોન જોવા મળશે, તેના પર ક્લિક કરી દો.
8. તેને ઈનેબલ કર્યા પછી તમે ડિલીટ કરેલા Whatsapp મેસેજને વાંચી શકશો.


આ ખબર માત્ર જાણકારી માટે છે. Whatsapp આ પ્રકારનું કોઈ ફીચર આપતું નથી. જો તમને થર્ડ પાર્ટી એપ સુરક્ષિત નથી લાગતી અને કોઈ પણ પ્રકારનો ખતરો લાગે છે તો તેને ઈન્સ્ટોલ ના કરો. 

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

Life Time પતિ-પત્નીને બન્નેને દર મહિને મળશે 10-10 હજાર રૂપિયા પેન્શન! આ યોજના વિશે જાણો

Rekha નું Beauty Secret સામે આવી ગયું છે! હવે ખુલી ગયું વર્ષોથી છુપાયેલું રેખાની ખુબસુરતીનું રાઝ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube