WhatsApp લાવી રહ્યું છે એક નવું ફીચર, લાંબા સમયથી જોવાઈ રહી હતી જેની રાહ
ઇન્સ્ટેન્ટ મેસેજિંગ સર્વિસ WhatsApp તેના પ્લેટફોર્મને વધારે સારૂ બનાવવા માટે અપડેટ્સ પર કામ કરી રહ્યું છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે, વોટ્સએપ હવે વેબ વર્ઝન એટલે કે ડેસ્કટોપ અને લેપટોપથી પણ વોઈસ અથવા વીડિયો કોલિંગ (Voice and Video Calling) શરૂ કરવા જઈ રહ્યું છે
નવી દિલ્હી: ઇન્સ્ટેન્ટ મેસેજિંગ સર્વિસ WhatsApp તેના પ્લેટફોર્મને વધારે સારૂ બનાવવા માટે અપડેટ્સ પર કામ કરી રહ્યું છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે, વોટ્સએપ હવે વેબ વર્ઝન એટલે કે ડેસ્કટોપ અને લેપટોપથી પણ વોઈસ અથવા વીડિયો કોલિંગ (Voice and Video Calling) શરૂ કરવા જઈ રહ્યું છે. તેના માટે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. ખુબજ ટૂંક સમયમાં આ નવા ફીચરને WhatsApp Web યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો:- NOKIAએ લોન્ચ કર્યા બે સસ્તા ફોન, ફીચર્સમાં સારા મોબાઇલ પણ છે પાછળ
થઈ રહ્યો છે મોટો ફેરફાર
વોટ્સએપના નવા ફીચર્સ પર ધ્યાન રાખતી વેબસાઈટ ના એક રિપોર્ટ અનુસાર, કંપની વોઈસ અને વીડિયો કોલ્સ પર કામ કરી રહી છે. એ કેટલાક સિલેક્ટેડ યૂઝર્સને આ ફીચર ટેસ્ટ કરવા માટે મોકલ્યું છે. એક નવા વોટ્સએપ બીટા વર્ઝનમાં આ નવા ફીચરનો ઉપયો કરતા જોવા મળ્યું છે. નવા ફીચર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે છે. આગામી થોડા સપ્તાહમાં WhatsApp Web માટે વોઈસ અને વીડિયો કોલિંગ ઓપ્શન આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો:- iPhone 12 ની સ્ક્રીન તૂટી ગઈ તો આફત આવી જ સમજો, ખર્ચો જોઈને ચક્કર આવી જશે
પ્રાપ્ત જાણકારી અનુસાર આ ફીચર અંતર્ગત તમે વોટ્સએપ પર ઇનકમિંગ કોલ્સ પર એક અલગ વિન્ડો ખુલશે જ્યાંથી તમે કોલ એક્સેપ્ટ અને ડિક્લાઇન કરી શકો ચો. WhatsApp Webથી કોલ કરવા પર જે વિન્ડો ઓપન થશે તે રિસીવ થતી વિન્ડોથી અલગ હશે. હાલ તેમાં ગ્રુપ કોલ્સનું ફીચર નથી, પરંતુ આવનારા સમયમાં આ ફીચર આવી શકે છે.
આ પણ વાંચો:- Jioના 5Gનું સફળ ટેસ્ટિંગ, ભારતમાં જલદી 1 Gbpsની સ્પીડ મળવાની આશા વધી
તેમને જણાવી દઇએ કે, વોટ્સએપ તેના પ્લેટફોર્મને યૂઝર્સ ફ્રેન્ડ્લી બનાવવા માટે નવા પ્રયોગ કરી રહ્યું છે. ઘણા નવા ફીચર્સને બીટા વર્ઝનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જો કોઇ ફીચર સમસ્યા વગર શરૂ થશે તો તેને આગામી વર્ઝનમાં અપડેટ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube