જીયો અને ક્વાલકોમે મળીને કર્યું 5Gનું સફળ ટેસ્ટિંગ, 1 Gbps સુધી હશે સ્પીડ

જીયોની 5જી ટેક્નોલોજી સંપૂર્ણ રીતે સ્વદેશી હશે. જીયોએ સ્વદેશી 5G RAN (Radio Access Network) તૈયાર કર્યું છે જે અલ્ટ્રા હાઈ સ્પીડ આઉટપુર આપવા માટે પરફેક્ટ છે. 
 

જીયો અને ક્વાલકોમે મળીને કર્યું 5Gનું સફળ ટેસ્ટિંગ, 1 Gbps સુધી હશે સ્પીડ

નવી દિલ્હીઃ અમેરિકી ટેક્નોલોજી ફર્મ ક્વાલકોમની સાથે મળીને રિલાયન્સ જીયોએ અમેરિકામાં પોતાની 5જી ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કર્યું છે. અમેરિકાના સૈન ડિયાગોમાં યોજાયેલી એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં આ જાહેરાત કરવામાં આવી છે. રિલાયન્સ જીયોના પ્રેસિડેન્ટ મેથ્યૂ ઓમાને ક્વાલકોમ ઈવેન્ટમાં કહ્યુ કે, ક્વાલકોમ અને રિલાયન્સની સબ્સિડિયરી કંપની રેડિસિસની સાથે મળીને અમે 5જી ટેકનીક પર કામ કરી રહ્યાં છીએ જેથી ભારતમાં તેને જલદી લોન્ચ કરી શકાય. આવનારા દિવસોમાં ભારતમાં યૂઝરો  1Gbps સુધીની સ્પીડનો આનંદ માણી શકશે. 

ટેક્નોલોજી અમેરિકન, ઇક્વિપમેન્ટ્સ ભારતીય
જીયોની 5જી ટેક્નોલોજી સંપૂર્ણ રીતે સ્વદેશી હશે. જીયોએ સ્વદેશી 5G RAN (Radio Access Network) તૈયાર કર્યું છે જે અલ્ટ્રા હાઈ સ્પીડ આઉટપુર આપવા માટે પરફેક્ટ છે. આ પ્રોડક્ટનું અમેરિકામાં સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. મતલબ, રિલાયન્સની 5જી સર્વિસ અમેરિકી ટેક્નોલોજી અને ઇન્ડિયન ઇક્વિપમેન્ટ્સ વાળી હશે. 

એલિટ કન્ટ્રીમાં ભારત સામેલ
આ ટેસ્ટિંગ બાદ ભારત તે એલિટ દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જે યૂઝરોને  1 Gbpsની સ્પીડ ઉપલબ્ધ કરાવી શકે છે. વર્તમાનમાં અમેરિકા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મની એવા દેશ છે જે પોતાના 5જી કસ્ટમર્સને 1 Gbps ની સ્પીડ આપી રહ્યાં છે. 

રિલાયન્સ એજીએમમાં થઈ હતી 5જીની જાહેરાત
લગભગ ત્રણ મહિના પહેલા 15 જુલાઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ 5જી ટેક્નોલોજીની જાહેરાત કરી હતી. ઘરેલૂ સાધનોનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવેલી આ ટેકનીકને દેશને સોંપતા મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે 5જી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થતા જ રિલાયન્સ જીયો 5જી ટેક્નોલોજીના ટેસ્ટિંગ માટે તૈયાર છે અને 5જીના સફળ ટેસ્ટિંગ બાદ આ ટેકનીકની નિકાસ પર રિલાયન્સ ભાર આપશે. 

Google પર થયો હતો દુનિયાનો સૌથી મોટો સાયબર એટેક, હવે થયો ખુલાસો

હજુ સુધી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નહીં
ભારતમાં અત્યાર સુધી 5જી ટેકનીકના ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થઈ શક્યા નથી. અમેરિલામાં રિલાયન્સ જીયોની 5જી ટેકનીલનું સફળ પરીક્ષણ કરી લીધું છે. આ ટેકનીકે સંપૂર્ણ રીતે, બધા પેરામીટર પર પોતાને સફળ સાબિત કરી છે. ક્વાલકોમના વરિષ્ઠ ઉપાધ્યક્ષ દુર્ગા મલ્લદીએ કહ્યુ કે, અમે જીયોની સાથે મળીને ઘણઆ સોલ્યૂશન તૈયાર કરી રહ્યાં છીએ. 

ચાઇનીઝ હુઆવે પર ઘણા દેશોમાં પ્રતિબંધ
કોરોના વાયરસને કારણે ઘણા દેશોએ ચીની કંપની હુઆએ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હુઆવે 5જી ટેકનીક વિકસિત કરનારી ચીની કંનની છે. 5જી ટેકનીકના સફળ પરીક્ષણ બાદ હવે રિલાયન્સ જીયો વિશ્વભરમાં ચીની કંપનીની જગ્યા ભરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news