Whatsapp લોન્ચ કરશે નવું ફીચર, ફોનમાં સ્ટોરેજની સમસ્યા થશે ઓછી, આ રીતે કરશે કામ
Message Disappearing ફીચરને લોન્ચ કર્યા બાદ હવે સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ જલદી જ એક નવું ફીચર યૂઝર્સ માટે લોન્ચ કરશે. તેના હેઠળ ફોનની સ્ટોરેજને લઇને આવનાર સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે.
નવી દિલ્હી: Message Disappearing ફીચરને લોન્ચ કર્યા બાદ હવે સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ જલદી જ એક નવું ફીચર યૂઝર્સ માટે લોન્ચ કરશે. તેના હેઠળ ફોનની સ્ટોરેજને લઇને આવનાર સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફોનમાં સૌથી વધુ જગ્યા ફોટો, વીડિયો અને મેસેજ જ રોકે છે, જેના લીધે ફોન હેંગ થવા લાગે છે.
Whatsapp એ Roll Out કર્યું Message Disappearing ફીચર, આ રીતે કરશે કામ
આગામી અઠવાડિયે થશે લોન્ચ
વોટ્સએપએ હવે પોતાના સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલને ફરીથી ડિઝાઇન કર્યું છે, જે યૂઝર્સના કામને તેમના ફોન પર સ્પેસ ખાલી કરવામાં સરળ બનાવી દે છે. આ અઠવાડિયે નવું ટૂલ લોન્ચ કરી દેવામાં આવશે. નવું સ્ટોરેજ યૂસેઝ ટૂલ કંન્ટેટની થંબનીલ બનાવી દેશે, જેને ડિલીટ કરવી પડે છે. આ ઉપરાંત તે 5એમબી કરતાં વધુ વાર ફોરવર્ડ કરનાર મેસેજને એક જગ્યા પર આપશે, જેથી તેને ડિલીટ કરવામાં સરળતા રહેશે. તેથી ફોનમાં લોકોને મહત્વપૂર્ણ ડેટા સુરક્ષિત રહેશે. આ પહેલાં ફક્ત ફોટો અને અન્ય મીડિયા ફાઇલ્સ જ ડિલીટ થઇ શકતી હતી.
ભારતમાં લોન્ચ થયું વોટ્સએપ Pay
એનપીસીઆઇએ ફેસબુકના સ્વામિત્વવાળી મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં 'તબક્કાવાર' રીતે પેમેન્ટ સેવા શરૂ કરવાની ગુરૂવારે પરવાનગી આપી છે. એનપીસીઆઇ તરફથી આ જાહેરાત તેના કુલ યૂપીઆઇ લેણદેણમાં કોઇ ત્રીજા પક્ષ પર ફક્ત 30 ટકા જ ભાગીદારી કરી શકશે.
એનપીસીઆઇ એકીકૃત ચૂકવણી ઇન્ટરફેસ (યૂપીઆઇ)નું સંચાલન કરે છે, જે રિયલ ટાઇમમાં બે મોબાઇલ ફોન અથવા કોઇ દુકાનદાર સાથે લે-વેચમાં ચૂકવણીની સુવિધા આપે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube