નવી દિલ્હી: સોશિયલ મીડિયાના આ દૌરમાં કદાચ જ કોઇ એવું વ્યક્તિ હશે જે વોટ્સએપનો ઉપયોગ કરતું નહી હોય. પોતાના તમામ ફીચર્સ અને સરળ ઉપયોગના લીધે દરેક બાળકો, યુવાનો અને વૃદ્ધ લોકો પણ મેસેજિંગ એપનો ઉપયોગ કરે છે. પોતાના યૂઝર્સ માટે એપના અનુભવને વધુ સુખદ અને રસપ્રદ બનાવવા માટે વોટ્સએપ જલદી જલદી એપને અપડેટ કરે છે. તાજેતરમાં જ એપમાં અપડેટ બાદ ઘણા મોટા ફેરફાર આવ્યા છે અને આ ફેરફાર હજુ પણ ચાલુ છે. આવો જાણીએ વોટસએપ પર હવે શું ફેરફાર થવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ નું લેટેસ્ટ અપડેટ
વોટ્સએપના તમામ અપડેટ્સનું ધ્યાન રાખવા અને ટ્રેક કરનાર પ્લેટફોર્મ વેબબીટા ઇન્ફોના અનુસાર વોટસએપ પોતાના ચેટ બબલને સંપૂર્ણરીતે બદલવા પર કામ કરી રહ્યા છે. આ નવા અપડેટ બાદ યૂઝર્સને તેમના ચેટ બોક્સીઝમાં ચેટ બબલ બદલાયેલા જોવા મળશે. આ વેબસાઇટના અનુસાર વોટ્સએપ ચેટ બબલને અત્યારના મુકાબલે થોડુ વધુ મોટું કરી રહી છે, સાથે જ, તેનો રંગ એટલે બેકગ્રાઉન્ડ કલર પણ બદલાઇ રહ્યો છે. 

Taarak Mehta ની 'સોનૂ' નો બોલ્ડ અંદાજ, 'BLACK BRA' માં ફોટો થયો વાયરલ


કોને મળશે આ અપડેટ
તમને જણાવી દઇએ કે આ અપડેટ ખાસ iOS બીટા યૂઝર્સ માટે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોટ્સઅપ આ ચેટ બબલવાળા અપડેટને એંડ્રોઇડ યૂઝર્સ માટે પહેલાં જાહેર કરી ચૂકી છે અને હવે આ અપડેટ iOS ગ્રાહકોને પણ મળી જશે. 


ક્યારે મળશે આ અપડેટ
વોટ્સએપ એ અત્યાર સુધી આ અપડેટ અંગે કોઇ જાણકારી સામે રાખી નથી. એવી આશા વ્યક્ત કરવામાં આપી રહી છે કે અપડેટ ખૂબ જલદી વોટ્સએપ યૂઝર્સના સ્માર્ટફોન પર આવી જશે. હાલ આ ચેટ બબલ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેને સફળતાપૂર્વ પૂર્ણ કર્યા બાદ જ અપડેટ જનતા માટે જાહેર કરવામાં આવશે. 


વોટ્સએપ ગત થોડા સમયમાં પોતાના એપ પર ઘણા બધા ફેરફાર કરી ચૂક્યું છે જેમાં વ્યૂ વન્સ ફીચર, વીડિયો કોલમાં જાતે જોડાવવાની સુવિધા અને ડિસઅપીયરિંગ ફીચર્સ સામેલ છે. હવે જોવાનું એ છે કે વોટ્સએપ આગામી સમયમાં બીજા કયા નવા ફીચર્સ લઇને આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube