How to hide contact number in WhatsApp communities: WhatsApp ગ્રુપમાં એડ થતા તમામ સભ્યો એકબીજાના કોન્ટેક્ટ નંબર જોઈ શકે છે. આવી સ્થિતિમાં ક્યારેક અજાણ્યા લોકો તમારા નંબર પર ફોન કરીને તમને પરેશાન કરી શકે છે. વળી, ઘણી વખત એવી ફરિયાદો આવે છે કે લોકો વોટ્સએપ ગ્રુપમાંથી કોઈ બીજાનો નંબર કાઢીને તેનો દુરુપયોગ કરે છે. આ પછી, તમારા નંબર પર અચાનક ઘણા પ્રમોશનલ મેસેજ અને કોલ આવવા લાગે છે. જો કે, આ સમસ્યામાંથી છુટકારો મેળવવો શક્ય છે. વોટ્સએપ હવે ગ્રુપમાં સામેલ મેમ્બર્સના કોન્ટેક્ટ નંબર છુપાવવા માટે એક ઓપ્શન આપી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે નથી ઈચ્છતા કે વોટ્સએપ ગ્રુપના સભ્યો તમારો કોન્ટેક્ટ નંબર જુએ, તો તમે તમારો નંબર છુપાવી શકો છો. સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ઘણું સારું છે. જો કોઈ તમારો નંબર જોવાની કોશિશ કરશે તો તેને સૂચના મળશે કે તમે તેના મોબાઈલની કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ નથી.


આ રીતે, તેને તમારા નંબરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી તરફ, જો તમે ગ્રુપ મેમ્બરનો નંબર જોવા માંગતા હો, તો તમારે તેને રીક્વેસ્ટ મોકલવી પડશે, જ્યારે તે તેને એક્સેપ્ટ કરશે, ત્યારે તમે તેનો કોન્ટેક્ટ નંબર જોઈ શકશો.


WABetaInfoના રિપોર્ટ અનુસાર, આ આવનાર ફીચર WhatsApp બીટા વર્ઝન 2.23.14.19 યુનિવર્સ અને iOS વર્ઝન 23.14.0.70 પર ઉપલબ્ધ થશે. આ ફીચર ઘણા બીટા યુઝર્સ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે. હવે કંપની ટૂંક સમયમાં સામાન્ય વપરાશકર્તાઓ માટે પણ WhatsApp ગ્રુપ કોન્ટેક્ટ હાઇડ ફીચર લોન્ચ કરી શકે છે.


આ પણ વાંચો:
દિલ્હીમાં ઝડપથી વધી રહ્યું છે યમુનાનું જળસ્તર, અનેક વિસ્તારોમાં ઘૂસ્યું નદીનું પાણી
Shukra Vakri: વક્રી શુક્ર આ 3 રાશિના લોકોને આપશે બેશુમાર પૈસો, દરેક કાર્યમાં થશે સફળ

આ આગાહી સાચી પડી તો..! ગુજરાત પાસે આવી રહ્યું છે વરસાદી વાદળોનું મોટું ઝૂંડ! શું ફરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube