નવી દિલ્હીઃ WhatsApp Update How to Hide Online Status while Chatting: જો કંઈ એવું થઈ જાય કે તમે મોડી રાત સુધી વોટ્સએપ પર ચેટિંગ કરો અને કોઈને પણ ખ્યાલ ન આવે કે તમે ઓનલાઇન છો, તો કેટલું સારૂ રહેશે. જો તમે પણ આવુ ઈચ્છો છો કે તો તમને જણાવી દઈએ કે વોટ્સએપ એક નવું અપડેટ જારી કરી રહ્યું છે, જેમાં તમે તમારા ઓનલાઇન સ્ટેટ્સને છુપાવી શકશો. આ રીતે તમે ઈચ્છો ત્યારે વોટ્સએપનો ઉપયોગ કરી શકશે અને કોઈને તેની ખબર પણ પડશે નહીં. આવો આ અપડેટ વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp પર તમે ક્યારે છો ઓનલાઇન, કોઈ જાણી શકશે નહીં
WABetaInfo ના લેટેસ્ટ રિપોર્ટનું કહેવું છે કે વોટ્સએપ એક નવા અપડેટ પર કામ કરી રહ્યું છે, જે કમાલના પ્રાઇવેસી ફીચરની સાથે આપવાનું છે. આ અપડેટ હેઠળ વોટ્સએપ યૂઝર્સ પોતાના ઓનલાઇન સ્ટેટસને છુપાવી શકશે. તમે નક્કી કરશો કે તમારા ક્યા કોન્ટેક્ટને જોવા મળે કે તમે ઓનલાઇન છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર પડશે નહીં. આ તમારા વોટ્સએપ સેટિંગમાં જ થઈ જશે.


કઈ રીતે કામ કરશે આ ફીચર
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પોતાના ઓનલાઇન સ્ટેટસને છુપાવનારૂ ફીચર તે રીતે કામ કરશે જેમ લાસ્ટ સીન અને પ્રોફાઇલ પિક્ચરનું પ્રાઇવેસી ઓપ્શન કામ કરે છે. WABetaInfo ના રિપોર્ટમાં જે સ્ક્રીનશોટ આપ્યો છે, તે પ્રમાણે ઓનલાઇન સ્ટેટસ કોણ જોઈ શકે છે, તે માટે તમે બે વિકલ્પ પસંદ કરી શકો છો. એક એવરીવન અને એક સેમ એઝ લાસ્ટ સીન. તેનો મતલબ થયો કે તમારૂ લાસ્ટ સીન કોણ જોઈ શકે તેનો વિકલ્પ તમે પસંદ કરી શકશો, તે સેટિંગ ઓનલાઇન સ્ટેટસ માટે પણ લાગૂ થઈ જશે. 


આ પણ વાંચોઃ સોલર પાવરથી ચાલનાર દમદાર સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત


કઈ રીતે મળશે નવું અપડેટ
આવો જાણીએ વોટ્સએપનું આ નવા ફીચરનું અપડેટ ક્યાં સુધી જારી કરવામાં આવી શકે છે અને તેને ક્યાં યૂઝર્સ ઉપયોગ કરી શકશે. તમને જણાવી દઈએ કે WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે આ ફીચરને પહેલા iOS માટે જારી કરવામાં આવી શકે છે અને બાદમાં એન્ડ્રોયડ અને ડેસ્કટોપ યૂઝર્સ તેનો ઉપયોગ કરી શકશે. 


હાલ આ ફીચર પર કામ ચાલી રહ્યું છે પરંતુ જ્યારે પણ તેને જારી કરવામાં આવશે, પહેલા વોટ્સએપ બીટા  (WhatsApp Beta) યૂઝર્સ માટે જારી કરવામાં આવશે અને બાદમાં અન્ય યૂઝર્સને તે મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube