સોલર પાવરથી ચાલનાર દમદાર સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

ગાર્મિને ભારતમાં બે નવી અને પ્રીમિયમ સ્માર્ટવોચ સિરીઝને લોન્ચ કરી છે. નવી સ્માર્ટવોચમાં કંપની સોલર ચાર્જિંગ સપોર્ટ પણ આપી રહી છે. કંપનીની નવી વોચેઝમાં તમને ઘણા શાનદાર ફીચર જોવા મળશે. 
 

સોલર પાવરથી ચાલનાર દમદાર સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

નવી દિલ્હીઃ સ્માર્ટવોચ પસંદ કરનાર યૂઝર્સ માટે ખુશીના સમાચાર છે. જાણીતી કંપની Garmin એ ભારતમાં પોતાની નવી સ્માર્ટવોચ સિરીઝ Forerunner 955 અને Forerunner 255 ને લોન્ચ કરી દીધી છે. ફોરરનર 955 સિરીઝમાં બે સ્માર્ટવોચ- ફોરરનર 955 અને ફોરરનર 955 સોલર સામેલ છે. તો ફોરરનર 255 હેઠળ ગાર્મિને ફોરરનર 255 અને ફોરરનર 255S ને લોન્ચ કરી છે. સોલર પાવર્ડ મોડલની સાથે આવનાર ફોરરનર 955 સિરીઝની શરૂઆતી કિંમત 53,490 રૂપિયા છે. તો બીજીતરફ ફોરરનર 255ની શરૂઆતી કિંમત 37490 રૂપિયા છે. 

ફોરરનર 955 સિરીઝના ફીચર અને સ્પેસિફિકેશન
વોચમાં કંપની 260x260 પિક્સલ રેઝોલૂશનની સાથે 1.3 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ DX પ્રોટેક્શનની સાથે આવે છે. વોચમાં આપવામાં આવેલા ફીચર્સને સરળતાથી એક્સેસ કરી શકાય તે માટે કંપની 5 બટન આપી રહી છે. વોચમાં સ્માર્ટ નોટિફિકેશન સિવાય મ્યૂઝિક સપોર્ટ, રેસ મેટ્રિક્સ અને રિયલ-ટાઇમ સ્ટેમિના ઇન્ફર્મેસનની જાણકારી પણ આપવામાં આવે છે. કનેક્ટિવિટી માટે તેમાં ગાર્મિન પે, ગાર્મિન કનેક્ટ, જીપીએસ, મલ્ટી-ફ્રિક્વેન્સી પોઝિશનિંગ, બ્લૂટૂથ, ANT+ અને વાઈ-ફાઈ જેવા ઓપ્સન આપવામાં આવ્યા છે. આ સિરીઝ હેઠળ આવનાર સોલર સ્માર્ટવોચ દુનિયાની એવી પ્રથમ જીપીએસ સ્માર્ટવોચ છે, જે સોલર ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

ગાર્મિન ફોરરનર 255 સિરીઝના ફીચર અને સ્પેસિફિકેશન
આ સિરીઝની વોચમાં કંપની 260x260 પિક્સલ રેઝોલૂસનની સાથે 1.3 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે આપી રહી છે. તો આ સિરીઝના એસ મોડલમાં તમને 1.1 ઇંચની ટચસ્ક્રીન જોવા મળશે. સ્માર્ટવોચમાં કંપની ડિસ્પ્લે પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પણ આપી રહી છે. કંપનીની આ લેટેસ્ટ સ્માર્ટવોચની ખાસિયત છે કે તેમાં 4 જીબી રેમની સાથે રેસ એન્ડ પ્રેસ પ્રો વિજેટ અને લાઇવ ટ્રેકિંગનું ફીચર પણ મળે છે. સ્માર્વોચને કંપનીની સત્તાવાર વેબસાઇટ સિવાય ઓનલાઇન પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news