હવે વ્હોટ્સએપ પર મોકલી શકાશે મૂવીઝ, ગ્રુપની સાઈઝમાં બમણો વધારો, જુઓ આ મહત્વની અપડેટ્સ
નવી દિલ્લીઃ વ્હોટ્સએપ સમય સમય પર યુઝર્સને સાર અપડેટ્સ આપતુ રહે છે. જે ફીચર્સનો એક્સપીરિયન્સ સારો નથી હોતો તે ફીચર્સને હટાવી દેવામાં આવે છે. અને ઘણી વખત માર્કેટ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને વ્હોટ્સએપમાં નવા ફીચર્સમાં જોડતુ રહે છે. વ્હોટ્સેપે વીડિયો કોલિંગની સંખ્યા વધારીને હવે 8 કરી છે. અને સમય સમય પર ઈમોજીસને પણ એડ કરવામાં આવી રહી છે. વ્હોટ્સએપે ફરી એક વાર એકને અપગ્રેડ કરી છે. આ ગ્રુપમાં વધારે મેમ્બર્સને જોડવાથી લઈને મોટી ફાઈલ્સને મોકલવાના ઓપ્શનને પણ સામિલ કર્યું છે.
આ નવા અપડેટ પછી વ્હોટ્સએપ ગ્રુમાં બે ગણા લોકોને જોડી શકાશે. એટલે કે વ્હોટ્સએપ ગ્રુપમાં 512 લોકોને હવે જોડી શકાશે. અત્યાર સુધી એક ગ્રુપમાં 256 લોકોને જ એડ કરી શક્તા હતા. એટલે કે હવે વ્હોટ્સએપ ગ્રુપની સાઈઝને ટેલીગ્રામની જેમ વધારી શકાશે.
બાજુ ફીચર છે શેર કરવામાં આવતી ફાઈલ્સને લઈને. વ્હોટ્સએપ પર 2 જીબી સુધીની ફાઈલ્સને શેર કરી શકાશે. જોકે કંપનીએ પણ જણાવ્યું છે કે મોટી ફાઈલ્સના શેરિંગ માટે વાઈફાઈનો ઉપયોગ કરવો જોઈએ. અપલોડ અને ડાઉનલોડ માટે થઈને એક કાઉન્ટર પણ બતાવવામાં આવશે. જેનાથી યુઝર્સને ફાઈલ સેન્ડ કે ડાઉનલોડના સમય અંગે જાણ થશે.
થોડા સમય પહેલા જ કંપનીએ ઈમોજી રીએક્શન પણ બહાર પાડ્યું છે. આ ફીચરને કંપનીએ માર્ચ મહિનામાં જાહેર કર્યું હતું. આ ફીચરથી યુઝર્સ મેસેજ પર તરત જ ઈમોજીથી રીએક્ટ કરી શકશે. આ ફીચર ઈન્સ્ટાગ્રામ જેવુ છે. શક્યતા છે કે કેટલાક લોકોને આ ફીચર મળી ગયું હશે. જો કોઈને નથી મળ્યુ તો રાહ જુઓ. કંપની ધીરે ધીરે રોલાઉટ કરી રહી છે.