શું તમને પણ ઇન્ટરનેશનલ નંબરોથી WhatsApp Calls આવી રહ્યા છે? આ એક સ્કેમર્સ ટ્રેપ છે, સંભાળીને રહેજો
WhatsApp: આ દિવસોમાં ઘણા વોટ્સએપ યુઝર્સ ઇન્ટરનેશનલ નંબરો પરથી વોટ્સએપ કોલ મેળવવાની વાત કરી રહ્યા છે. આ સ્કેમર્સનો એક ટ્રેપ છે. તેનાથી બચીને રહેજો.
સ્કેમ કૉલ્સ અને સ્પામ મેસેજ એ વૈશ્વિક સ્તરે અને ભારતમાં વધુ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, ટેલિકોમ ઓપરેટરોએ તાજેતરમાં AI ફિલ્ટર સ્પામ રજૂ કર્યું છે જેથી વપરાશકર્તાઓને મળતા સ્પામ કૉલ્સની સંખ્યા ઓછી થઈ શકે. જોકે, સ્કેમર્સે હવે નવો રસ્તો શોધી કાઢ્યો છે. સ્કેમર્સ હવે લોકોને વોટ્સએપ પર કોલ કરી રહ્યા છે અને તે પણ આંતરરાષ્ટ્રીય નંબરોથી.
ઘણા વોટ્સએપ યુઝર્સે અજાણ્યા ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ રીસીવ થવા વિશે જણાવ્યું છે. તેને વીડિયો અને વોઈસ બંને કોલ મળી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓએ તેના વિશે ફરિયાદ નોંધાવી છે. એક વોટ્સએપ યુઝરે જણાવ્યું કે તેને એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ આવ્યો જેનો દેશ કોડ +7 હતો. એટલે કે આ કોલ રશિયા અને કઝાકિસ્તાનથી આવ્યો હોવો જોઈએ. આ દર્શાવે છે કે સ્કેમર્સ ભારત અને અન્ય દેશોમાં લોકોને નિશાન બનાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે
આ પણ વાંચો:
King Charles Coronation Concertમા સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ
આ દિવસે થશે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, જાણો ક્યા જોવા મળશે અને શું થશે અસર
મચ્છરોના ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં લગાવો આ 5 છોડ, એક પણ મચ્છર આસપાસ નહીં ભટકે
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે પહેર્યો એવો અતરંગી ડ્રેસ, યુઝર્સે કહ્યું- 'ઝેબ્રા ક્રોસિંગ
Mangal Gochar 2023: આ 4 રાશિનાં જાતકો બસ પૈસા ગણવા માંડો! મંગળ કરાવશે અઢળક ધન લાભ
ધૂમ વેચાઈ રહી છે Tataની આ Electric Car, ફુલ ચાર્જમાં આપશે 315 KMની રેન્જ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube