નવી દિલ્લીઃ વર્તમાન સમયમાં વોટ્સએપએ દરેકની જીંદગીનો એક ભાગ બની ગયું છે. ઘણીવાર તો આપણે એ પણ નથી સમજી શકતા કે, સોશિયલ મીડિયા પર આપણે જે જોઈ રહ્યા છે જે માહિતી મેળવી રહ્યા છીએ તે સાચી છે કે ખોટી. ઘણીવાર હકીકત જાણ્યા વગર જ આપણે અમુક વસ્તુઓ બીજાને શેર કરી દઈએ છીએ. જેનું પરિણામ પણ ભોગવવું પડે છે. ત્યારે હવે ખોટી માહિતી ફેલાવનારા સામે વોટ્સએપ કડક એક્શન લઈ રહ્યું છે. 1 ટ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Whatsappએ એપ્રિલ મહિનામાં જ લગભગ 16 લાખ અકાઉન્ટ બેન કરી દીધા હતા. આ અકાઉન્ટ કેમ બેન કરવામાં આવ્યા તેના પાછળનું કારણ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી 122 અકાઉન્ટ કોઈ ફરિયાદના આધારે બેન કરાયા હતા. જ્યારે 16.66 લાખ અકાઉન્ટ જાતે નિર્ણય લઈને બંધ કર્યા હતા. એકવાર બેન કરી દીધા પછી તમે બીજીવાર વોટ્સએપ યૂઝ નથી કરી શકતા. હાનિકારક ગતિવિધિઓને ધ્યાને રાખીને આ અકાઉન્ટ બેન કરવામાં આવ્યા હતા. 

કંપની પાસે અધિકાર છે કે તે કોઈ પણ વ્યક્તિનું અકાઉન્ટ બંધ કરી શકે છે જેઓ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરે છે. હજુ પણ વોટ્સએપ એવા યૂઝર્સ પર સતત નજર રાખી રહ્યું છે. જે લોકો સ્કેમ, સ્પેમ અથવા હાનિકારક ડેટાને શેર કરે છે. એકવાર અકાઉન્ટ સસ્પેન્ટ થયા પછી યૂઝર્સના મોબાઈલ સ્ક્રિન પર એક નોટિફિકેશન આવવા લાગે છે. જેવું જ તમે વોટ્સએપ ઓપન કરશો કે તમને એક મેસેજ 'This Account is not allowed to use Whatsapp' લખેલું દેખાશે. 

જો તમને લાગે છે કે, તમારું અકાઉન્ટ ભૂલથી બેન કરી દીધું છે તો તમે તમારું સ્પષ્ટીકરણ પણ વોટ્સએપ પર આપી શકો છો. આ મેસેજ ઓપન કર્યા બાદ તમને 'Support'નું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરતાં જ પોતાનું સ્પષ્ટીકરણ અને ફાઈલ મોકલવાનો ઓપ્શન આપવામાં આવશે. ત્યાં તમારો નંબર અને ઈ-મેલ આઈડી પણ આપવી પડશે. એકવાર પ્રોસેસ પરી કર્યા પછી તમારું અકાઉન્ટ બીજીવાર ઓપન કરી શકશો.