આ વર્ષે ગજબના આ 7 ફીચર્સ લાવી રહ્યું છે WhatsApp લાવી રહ્યું દમદાર ફીચર્સ
આખી દુનિયામાં મશહૂર વોટ્સએપ, જેણે મેસેજિંગની રીત જ બદલી દીધી તો 2019 માં 7 એવા ધાંસૂ ફીચર લઇને આવી રહ્યું છે જેનાથી યૂજર્સને નવો એક્સપીરિએંસ મળશે. તેમાંથી કેટલાક ફીચર્સ ડિઝાઇન અને ચેટ્સને સારી બનાવશે તો કેટલીક એપ વાપરવાનો નવો એક્સપીરિએન્સ આપશે. જે ફીચર્સ અમે તમને બતાવી રહ્યાં છીએ તેમાંથી કેટલીક ટેસ્ટિંગ ચાલી રહી છે, જે ટૂંક સમયમાં લોંચ થવાના છે.
નવી દિલ્હી: આખી દુનિયામાં મશહૂર વોટ્સએપ, જેણે મેસેજિંગની રીત જ બદલી દીધી તો 2019 માં 7 એવા ધાંસૂ ફીચર લઇને આવી રહ્યું છે જેનાથી યૂજર્સને નવો એક્સપીરિએંસ મળશે. તેમાંથી કેટલાક ફીચર્સ ડિઝાઇન અને ચેટ્સને સારી બનાવશે તો કેટલીક એપ વાપરવાનો નવો એક્સપીરિએન્સ આપશે. જે ફીચર્સ અમે તમને બતાવી રહ્યાં છીએ તેમાંથી કેટલીક ટેસ્ટિંગ ચાલી રહી છે, જે ટૂંક સમયમાં લોંચ થવાના છે.
ખેડૂતોને 'ડબલ' ભેટ આપશે મોદી સરકાર, દર મહિને ખાતામાં નાખશે 4000 રૂપિયા
1 મીડિયા પ્રીવ્યૂ
વોટ્સએપ મીડિયા પ્રીવ્યૂ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેના હેઠળ યૂજર્સ નોટિફિકેશન દ્વારા જ જોઇ શકો છો કે મોકલેલો વીડિયો, ઓડિયો અથવા ઇમેજ કઇ છે. એટલે કે તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે નહી અને નોટિફિકેશનથી ખબર પડી જશે કે મોકલેલી વસ્તુ શું છે.
2. QR કોડ ફીચર
માની લો તમારે કોઇનો કોન્ટેક્ટ શેર કરવો છે, તો તમારે વોટ્સઅપ QR કોડનો ઓપ્શન મળશે. તેનું ટેસ્ટિંગ શરૂ છે અને ટૂંક સમયમાં વોટ્સએપમાં આ ઓપ્શન મળશે.
તમારું PF એકાઉન્ટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કેવી રીતે?
3. ડાર્ક મોડ
આ ફીચરનું ટેસ્ટિંગ કંપની ઘણા લાંબા સમયથી કરી રહી છે. ઓછા પ્રકાશમાં અંધારામાં વોટ્સઅપ યૂઝ કરવા માટે આ ફીચર શાનદાર હશે. સ્માર્ટફોનમાં પણ ડાર્ક મોડનું ઓપ્શન હોય છે જેથી તમે એનેબલ કરી શકો છો.
4. કોન્ટેક્ટ રેકિંગ ફીચર
આ વર્ષે વોટ્સએપમાં તમને કોન્ટેક્ટ રેકિંગ ફીચર પણ જોવા મળશે. તેના હેઠળ એક લિસ્ટ તમને મળશે જેમાં તમને ખબર પડશે કે તમે સૌથી વધુ કોની સાથે વાત કરો છો. આ ફીચરથી વારંવાર તમારે કોન્ટેક્ટ સર્ચ કરવો નહી પડે.
5. વોઇસ મેસેજ સાંભળવો સરળ
એક પછી એક વોઇસ મેસેજ સાંભળ્યા બાદ એક નવું ફીચર મળશે. અત્યાર સુધી એક વોઇસ મેસેજ બાદ તમને બીજો મેન્યુઅલઈ પ્લે કરવો પડતો હતો. આ ફીચર પણ ટેસ્ટિંગમાં છે અને ટૂંક સમયમાં આ બધા માટે આપવામાં આવશે. એટલે કે એકસાથે ઘણા વોઇસ મેસેજ એક-એક કરીને સાંભળી શકશો.
TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ!
6. લોક ફીચર
તમે તમારી પ્રાઇવેસી માટે વોટ્સએપ અલગથી લોક કરી શકશો અને તેની સુવિધા વોટ્સએપ આપશે. ફિંગરપ્રિંટ સ્કેનર અને ફેસલોક દ્વારા વોટ્સએપ લોક કરવાનું ફીચર આઇફોન યૂજર્સ માટે પહેલાં જાહેર કરવામાં આવશે.
7. પ્રાઈવેટ રિપ્લાઇ
આ ફીચર ખાસકરીને ગ્રુપમાં વાતચીત કરવા માટે હશે. ગ્રુપમાં તમે કોઇ મેસેજને પ્રાઇવેટ રિપ્લાઇ કરીને સીધા તે વ્યક્તિને મોકલી શકો છો, જેને તમે ઇચ્છો છો. બાકીના લોકો આ મેસેજ મળશે નહી.