નવી દિલ્હી: WhatsApp સારા યૂઝર્સ એક્સપીરિયન્સ માટે સતત નવા અપડેટ્સ જાહેર કરતું રહે છે. હવે WhatsApp Web એ WhatsApp Web session ને સિક્યોર કરવા માટે નવા ફીચર પર કામ કરી રહ્યું છે. WhatsApp Web session સાથે યૂઝર હવે ફિંગરપ્રિંટનો ઉપયોગ કરી શકશે. WhatsApp Web session ને સિક્યોર કરી શકાય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફીચરની ખાસ વાત એ છે કે તેનાથી ના ફક્ત ચેટ્સને સિક્યોર કરી શકાશે, પરંતુ તમારી ગેર-હાજરીમાં કોઇ બીજું તમારો ફોન લે છે, તો તે નવું Web session ક્રિએટ કરી શકશે નહી. જોકે અત્યારે WhatsApp આ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર લેટેસ્ટ બીટામાં અંડર ડેવલોપમેન્ટમાં છે. 

આજથી શરૂ થશે IPL 2020: આ મોબાઇલ પ્લાનમાં તમે ફ્રીમાં માણી શકશો Free Live Match ની મજા


WABetaInfo ના રિપોર્ટ અનુસાર આ ફીચરને WhatsApp ના એન્ડ્રોઇડ લેટેસ્ટ વર્જન  2.20.200.10 બીટામાં જોવા મળ્યું છે. આ ફીચરની મદદથી ઇંસ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર યૂઝર્સ ફિંગરપ્રિંટની મદદથી નવું વેબ સેશન ક્રિએટ કરી શકશો. આ ફીચરની મદદથી યૂઝરની પ્રાઇવેસી અને સિક્યોરિટીને વધુ મજબૂત કરવામાં આવશે. આ ફીચરનો ફાયદો એ પણ હશે કે કોઇ ચોરીથી તમારા ફોન પર નવું વેબ સેશન ક્રિએટ કરી શકશે નહી. 


WABetaInfo ના અનુસાર WhatsApp આ ફીચરને જાહેર કરવાની પ્રક્રિયા પર કાર્ય કરી રહ્યું છે અને આવનાર વોટ્સઅપ અપડેટમાં તેને જાહેર કરવામાં આવી શકે છે અને આ ફીચર માટે તમારે થોડી વાર જોવી પડશે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube