નવી દિલ્હી: ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ એ થોડા દિવસો પહેલા યૂઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા ફેરફાર કર્યા છે. હાલમાં જ વ્હોટ્સએપની તરફથી નવા ‘યૂઝર ઇન્ટરફેસ’ની સાથે ‘ઓડિયો પિકર’ લોન્ચ કર્યું છે. તાનાથી યૂઝર્સને એકવારમાં 30 ઓડિયો ફાઇલ્સ મોકલાવની સુવિધા મળશે. હવે સમાચાર આવી રહ્યાં છે કે, વ્હોટ્સએપમાં એવું પણ ફીચર આવવાનું છે, જેનાથી તમે ચેટનો સ્ક્રીનશોટ લઇ શકશો નહીં. મેસેજિંગ એપની તરફથી આ ફીચરનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોન્ચ પહેલાં Realme 3 Pro માટે શરૂ થશે Blind Order, આ રીતે કરો રજિસ્ટર્ડ


નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે વ્હોટ્સએપ
વ્હોટ્સએપ વિશે જાણકારી આપનાર WABetaInfo ના જણાવ્યા અનુસાર, મેસેજિંગ એપ તરફથી આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નવું ફિચર યુઝર્સને ચેટ સ્ક્રીનશોટ લેવાની પરવાનગી ન આપવાનું આપ્શન આપશે. આ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વધુએક પ્રમાણીકરણ (ઓથેન્ટિકેશન) સુવિધાની સાથે આવશે. જે આગંળીઓના નિશાનનો ઉપયોગ કરશે. વ્હોટ્સએપની તરફથી આ ફીચરનું ટેસ્ટિંગ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, આ યૂઝરની સંવેદનશીલ જાણકારીને લીક થવાથી રોકવા માટે આ પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે.


બજારમાં આવી શકે છે Tata H2X નું ઇલેક્ટ્રિક વર્જન


આ રીતના ફીચર પહેલા સ્નેપચેટ અને ફેસબુકની તરફથી પણ યૂઝર્સને આપવામાં આવ્યા છે. ફેસબુકના Privacy shield ઓપ્શનમાં તમને સ્ક્રીનશોટની સંપૂર્ણ રીતે પરવાનગી નથી. તમે અન્ય પાર્ટીની સૂચનાઓ ટ્રિગર કરી શક્તા નથી. જોકે, એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા યૂઝર્સ આ રીતના ફીચરને નાપસંદ કરી દેશે.


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...