લોન્ચ પહેલાં Realme 3 Pro માટે શરૂ થશે Blind Order, આ રીતે કરો રજિસ્ટર્ડ

Realme કંપની ભારતમાં 22 એપ્રિલના રોજ Realme 3 Pro સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોન વિશે અમે તેની લીક થયેલી લીક્સ જાણકારી આપી છે. હવે કંપનીએ આ ફોન માટે લોન્ચ પહેલાં જ પ્રી-ઓર્ડર અથવા  Blind Order સેલ આયોજિત કરવાની જાહેરાત કરી છે. આ સેલ 19 એપ્રિલના રોજ થશે. Realme 3 Pro ભારતીય માર્કેટમાં Xiaomi Redmi Note 7 Pro ને આકરી ટક્કર આપી શકે છે. આ ફોન પ્રીમિયમ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. જો તમે આ ફોન માટે Blind Order કરવા માંગો છો તો કંપનીની સત્તાવાર વેબસાઇટ realme.com પર જઇ શકે છે.  
લોન્ચ પહેલાં Realme 3 Pro માટે શરૂ થશે Blind Order, આ રીતે કરો રજિસ્ટર્ડ

નવી દિલ્હી: Realme કંપની ભારતમાં 22 એપ્રિલના રોજ Realme 3 Pro સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોન વિશે અમે તેની લીક થયેલી લીક્સ જાણકારી આપી છે. હવે કંપનીએ આ ફોન માટે લોન્ચ પહેલાં જ પ્રી-ઓર્ડર અથવા  Blind Order સેલ આયોજિત કરવાની જાહેરાત કરી છે. આ સેલ 19 એપ્રિલના રોજ થશે. Realme 3 Pro ભારતીય માર્કેટમાં Xiaomi Redmi Note 7 Pro ને આકરી ટક્કર આપી શકે છે. આ ફોન પ્રીમિયમ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. જો તમે આ ફોન માટે Blind Order કરવા માંગો છો તો કંપનીની સત્તાવાર વેબસાઇટ realme.com પર જઇ શકે છે.  

આ પ્રકારે પોતાને કરો રજિસ્ટર:
Realme India ના CEO માધવ સેઠે ટ્વિટ કરીને જણાવ્યું કે કોઇ પ્રકારે યૂજર્સ  Realme 3 Pro માટે Blind Order કરી શકે છે. 19 એપ્રિલ રાત્રે 12 વાગે યૂજર્સ આ ફોન માટે પ્રી-ઓર્ડર કરી શકશે. રજિસ્ટ્રેશન દિવસ પુરો થતાં બંધ થઇ જશે. પોતાને રજિસ્ટર કર્યા બાદ યૂજર્સને Order Now બટન પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તેમને Realme 3 Pro નું R-pass આપવામાં આવશે. આ પાસ એક ગેરેન્ટી હશે કે તમે પહેલા સેલમાં Realme 3 Pro ને ખરીદી શકશો. તમને જણાવી દઇએ કે Realme 5,000 R-passes ઉપલબ્ધ કરાવે છે.

Redmi Note 7 Pro થી કેવી રીતે હશે ચડિયાતો
કેટલીક લીક્સનું માનીએ તો ફોન સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસરની સાથે રજૂ કરવામાં આવશે. આ ચિપસેટ મીડ-રેંજ સ્માર્ટફોન્સમાં આપવામાં આવે છે. જો તેમાં Redmi Note 7 Pro માં આપવામાં આવેલા સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસર સાથે કંપેયર કરીએ તો સ્નૈપડ્રૈગન 710માં તેનાથી સારું ગ્રાફિક્સ અને વધુ પાવર એફિશિયંસી છે. આ ફોનમાં ડ્યૂલ કેમેરા આપવામાં આવી શકે છે જે નાઇટ મોડ, બર્સ્ડ મોડ અને સ્લો-મો વીડિયો સાથે આવશે. સમાચારો અનુસાર તેમાં VOOC ચાર્જિંગ ટેક્નોલોજી પણ આશા છે.

હોઇ શકે છે આ સંભવિત ફીચર્સ
Realme 3 Pro માં 6.3 ઇંચની ડિસ્પ્લે ઉપલબ્ધ હશે. સાથે જ આ સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસરથી સજ્જ હશે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેંસર અને 3960 એમએએચની બેટરી આપવામાં આવી છે. CEO માઘવ સેઠે કહ્યું કે આ ફોન ફાસ્ટ સ્પીડ ઉપલબ્ધ કરાવશે. તેમાં સુપર સ્લો-મો મોડ, સ્પીડ શોટ અને હાઇપરબૂસ્ટ પરફોર્મન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફોનનું ટીઝર Flipkart પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news