નવી દિલ્હીઃ નવી જુની ફિલ્મો જોવી કોને ન ગમે... અને એ પણ ફ્રીમાં જોવા મળે તો આપણે બાકી રાખીએ. રાત્રે મોડા સુધી જાગીને પણ જોઇ લઇએ. ઘણી વાર આપણા આસપાસના મિત્રો કે સંબંધીઓ આપણને મુવી ડાઉનલોડ માટેની ફ્રી લીન્ક આપતા હોય છે અને આપણે યુઝ પણ કરતાં હોઇએ છીએ પણ સાવધાન રહેજો આ ફ્રી મુવી લિન્કની લાલચમાં મોટુ નુકસાન જઇ શકે છે.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વાત કરીશું કે તમારા ફોનમાં રહેલા ડેટાને કેવી રીતે ઠગબાજોથી બચાવી શકીશું. કોરોનાસમય પછી ઓનલાઇન છેતરપિંડીમાં ખુબ જ વધારો થયો છે. હેકર્સ તમને ઠગવાના અવનવી તરકીબો અજમાવતા રહે છે તેમાની એક છે ફ્રી મૂવી ડાઉનલોડની લિન્ક. જી હા.. તાજેતરમાં ધ કાશ્મીર ફાઇલ્સની ફ્રોડ લીન્ક વિશે ઘણી ફરિયાદો સામે આવી છે. 


જેને લઇને દિલ્હી નોઇડા પોલીસે ખાસ એડવાઇઝરી પણ જાહેર કરી હતી.. અને આ પ્રકારની લીન્કથી સાવધ રહેવા માટે કહેવાયુ હતુ. મૂવી ડાઉનલોડ કરવાના નામ પર મળેલી લિંન્ક પર ક્લિક કરવા પર યુઝર્સના ડેટા હેકર્સ સુધી પહોંચી જાય છે અને પછી તેમના બેંક એકાઉન્ટ ખાલી થતાં હોય છે. 


આ પણ વાંચોઃ ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ


અને ખાસ વાત એ છે કે વધુ લોકોને ટારગેટ કરવા માટે સ્કેમર્સ ટેલીગ્રામ અને વોટસઅપ જેવા મોટા સોશિલ મીડિાના માધ્યમોમાં લિંન્ક શેર કરતાં હોય છે. જેના પર ક્લિક કરવું આપને ભારે પડી શકે છે. એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો અજાણી લીન્ક પર ક્લિક કરીને મૂવી ડાઉનલોડ કરવાના ચક્કરમાં આપ તમારી જમા પૂંજી ખોઇ શકો છો. 


ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઇને એક ફ્રોડ લિન્ક ફરતી થઇ હતી.. જેને લઇને અનેક ફરિયાદો થઇ હતી. ઉત્તરપ્રદેશના નોઇડામાં ફ્રોડ લીન્કને લઇને ત્રણ લોકોની ફરિયાદ નોંધાઇ છે.. જેમાં સાઇબર હુમલો કરીને ફરિયાદીઓને લાખો રુપીયાનો ચૂનો લગાવ્યો.. 


શું ધ્યાન રાખશો.. 
સામાન્ રીતે પોપ્યુલર ફિલ્મ કે વિડીયોને ફ્રીલ્મ દેખવા માટે લિન્ક તમને મોકલાય છે તો કોઇ પણ પ્રકારની અજ્ઞાત લિંન્ક પર ક્લિક ન કરો. અજ્ઞાત નંબર પરથી આવેલી આ લિંકને તુરંત ડીલીટ કરી દો અને નંબરને બ્લોક કરી દો કોઇ પણ અજ્ઞાત નંબર પરથી આવેલા ફોન પર તમારી કોઇ પણ જાણકારી શેર ન કરો. જેમ પહેલેથી કહેતા આવ્યા છીએ કોઇને પણ તમારા બેંક એકાઉન્ટનો નંબર, ઓટીપી અને પિન નંબર વગેરે ક્યારેય ન જણાવો. જો તમે કોઇ પણ ફ્રી લિન્કનો ઉપયોગ કરો છો તમારા જીમેલ ફેસબુક અને ટ્વીટર અન ઇન્સ્ટાગ્રામ વગેરેના પાસવર્ડ બદલતા રહો.


આ પણ વાંચોઃ ATM માંથી પૈસા ઉપાડો ત્યારે આ વાતનું રાખશો ખાસ ધ્યાન નહીં તો ખાતુ થઈ જશે સફાચટ
 
એટલે હવે મોબાઇલનો ઉપયોગ કરતાં તમામ લોકોએ વધુ સાવધાની રાખવાની જરુર છે વધુ સતર્કતાની જરુર છે. આવી ઘટના ઘટે તો ક્યાં ફરિયાદ કરવી. જો કોઈપણ ઓનલાઈન છેતરપિંડી કે સમસ્યાનો શિકાર બનેો તો તરત જ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ કરી શકો છો.. આ ઉપરાંત પહેલાના વિડિયોમાં તમને બચાવી ચુક્યા છીએ કે વોટસઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના મેસેજની સત્યતા તપાસવા માટે કેવી રીતે તમે પીઆઇબી ફેક્ટ ચેક પર જઇ મેસેજને ચેક કરી શકો છો.