ATM માંથી પૈસા ઉપાડો ત્યારે આ વાતનું રાખશો ખાસ ધ્યાન નહીં તો ખાતુ થઈ જશે સફાચટ

ATM Transaction:એટીએમ માંથી જ્યારે પૈસા કાઢવામાં આવે ત્યારે પણ સતર્ક રહેવું જરૂરી થઈ ગયું છે. કારણકે હવે સાયબર ક્રાઇમ કરનારા લોકોએ ATM  માંથી પણ પૈસાનું ફ્રોડ કરવાનો રસ્તો શોધી લીધો છે.

ATM માંથી પૈસા ઉપાડો ત્યારે આ વાતનું રાખશો ખાસ ધ્યાન નહીં તો ખાતુ થઈ જશે સફાચટ

ATM Transaction:સાઇબર ક્રાઇમની ઘટનાઓ જે રીતે વધી રહી છે તેમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતી વખતે ખૂબ જ સાવચેત રહેવું પડે છે. પરંતુ તેની સાથે એટીએમ માંથી જ્યારે પૈસા કાઢવામાં આવે ત્યારે પણ સતર્ક રહેવું જરૂરી થઈ ગયું છે. કારણકે હવે સાયબર ક્રાઇમ કરનારા લોકોએ atm માંથી પણ પૈસાનું ફ્રોડ કરવાનો રસ્તો શોધી લીધો છે.

જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો તમારા ખાતામાં રહેલા પૈસા સુરક્ષિત રહેશે. અને જો તમે આ વાતનું ધ્યાન ન આપ્યું તો તમારું ખાતું ખાલી થઈ જતા વાર પણ નહીં લાગે. ટૂંકમાં કહીએ તો એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા પણ સુરક્ષિત નથી રહ્યા. જ્યારે પણ તમે એટીએમ માંથી પૈસા કાઢવા જાવ તો આ વાતનું ધ્યાન રાખવું. કારણ કે હવે હેકર્સ એટીએમ માં કાર્ડ ક્લોનીંગ કરીને ફ્રોડ કરી શકે છે. એટીએમ મશીન થી કાર્ડ ક્લોન કરીને તેઓ બેન્ક ખાતાની જરૂરી વિગત હેક કરી લે છે.

આ પણ વાંચો: 

હેકર્સ કોઈપણ ગ્રાહક નો ડેટા એટીએમ મશીનમાં જે જગ્યાએ કાર્ડનો સ્લોટ હોય છે ત્યાંથી ચોરી કરી શકે છે. હેકર્સ મશીનના કાર્ડ સ્લોટમાં એવું ડિવાઇસ લગાવી દે છે જેનાથી જ્યારે તમે કાર્ડ ને મશીનમાં મૂકો છો ત્યારે તમારી બધી જ જાણકારી સ્કેન થઈ જાય છે અને હેકર્સ સુધી પહોંચી જાય છે. આ રીતે તમારા ખાતાની મહત્વપૂર્ણ જાણકારી ચોરી થઈ જાય છે.

એક વખત ડેબિટ કાર્ડનો ડેટા હેકર પાસે પહોંચી ગયો તો તેઓ તમારા પીન નંબરથી લઈને બધું જ જાણી શકે છે અને પછી તમારા ખાતામાંથી પૈસા નું ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે. આથી જ્યારે પણ તમે પૈસા ઉપાડવા માટે એટીએમ માં અંદર જાઓ ત્યારે કાર્ડને કેમેરામાં ન દેખાય તે રીતે રાખવું. સાથે જ જ્યારે પીન નંબર એન્ટર કરો તો બીજો હાથ નંબર ઉપર રાખવો જેથી તમે કયો નંબર એન્ટર  કરો છો તે ખબર ન પડે.

આ પણ વાંચો: 

આ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે કાર્ડ સ્લોટમાં એક વસ્તુ હંમેશા જોઈ લેવી. કાર્ડ નાખવાની જગ્યા ની ઉપર લાઈટ હોય તો તેના ઉપર ધ્યાન આપો. જો આ સ્લોટમાં ગ્રીન લાઈટ ચાલુ છે તો એટીએમ સુરક્ષિત છે. જો ત્યાં કોઈ લાલ લાઇટ હોય અથવા તો કોઈ પણ પ્રકારની લાઈટ ન હોય તો આ એટીએમ નો ઉપયોગ ન કરવો. શક્ય છે કે આ એટીએમ મશીનમાં ગડબડ કરવામાં આવી હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news