નવી દિલ્હી: ફેસબુક દરેક ઉંમરના લોકો માટે ખૂબ જ લોકપ્રિય છે..દરરોજ કરોડો લોકો ફેસબુક પર સક્રિય હોય છે. જો તમે પણ ફેસબુકનો ઉપયોગ કરો છો, તો ચોક્કસ તમારી પ્રોફાઇલમાં પણ ઘણા લોકો જોડાયેલા હશે, પરંતુ શું તમે જાણો છો કે કોણ કોણ તમારી ગુપ્ત રીતે પ્રોફાઇલ જુએ છે? તમે આ વિશે જાણતા પણ નહી હોય..તો આજે અમે તમને એક એવી ફેસબુક ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે તમે સરળતાથી જાણી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુક પ્રોફાઈલ કોણ જોઈ રહ્યું છે, આ રીતે એક ચપટીમાં જાણો


જો તમે પણ જાણવા માટે ઉત્સુક છો કે તમારી ફેસબુક પ્રોફાઈલ કોણ ચેક કરે છે..જાણો આ ટ્રિક


1) સૌ પ્રથમ કોઈપણ વેબ બ્રાઉઝર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપ પર બ્રાઉઝર ખોલો.


2) બ્રાઉઝર ખોલ્યા પછી તમારું ફેસબુક આઈડી ખોલવું પડશે.


3) તમારું ફેસબુક એકાઉન્ટ લોગ ઈન થતાં જ તમારે તમારી પ્રોફાઈલ પર રાઈટ ક્લિક કરવાનું રહેશે.


4) રાઈટ ક્લિક કર્યા પછી તમને વ્યૂ પેજ સોર્સ વિકલ્પ દેખાશે, આ વિકલ્પ પર ક્લિક કરો. જો તમને આ વિકલ્પ ન મળે તો તમારી પ્રોફાઇલ ખોલ્યા પછી તમે CTRL+U  આપીને વ્યુ પેજ સોર્સ પણ ખોલી શકો છો.


5) સોર્સ પેજ ઓપન થયા પછી તમારે CTRL+F આપવું પડશે જેથી કરીને તમે આ સોર્સ પેજ પર સર્ચ કરી શકશો. આ પછી તમારે BUDDY_ID ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે.


6) આ પછી તમને ઘણા BUDDY_ID દેખાશે, આ IDમાં તમને 15 અંકનો કોડ મળશે. તમારે આ કોડની નકલ કરવી પડશે.


7) આ કોડ કોપી કર્યા પછી તમારે બ્રાઉઝરમાં એક અલગ ટેબ ખોલવી પડશે અને આ ટેબમાં facebook.com/profile IDને પેસ્ટ કરવું પડશે. તમારે 15 અંકનો બડી આઈડી દાખલ કરવો પડશે જે તમે પ્રોફાઇલ આઈડીમાં પસંદ કર્યો છે. પ્રોફાઈલ આઈડી દાખલ કરીને સર્ચ કરતાની સાથે જ તમારી પ્રોફાઈલ ચેક કરનાર વ્યક્તિનું આઈડી તમારી સામે ખુલશે.