અમદાવાદ :શું તમે કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, શુ આ તમારી પહેલી કાર છે, શું તમે કંપની, મોડલ, ડિઝાઈન બધુ જ બરાબર જોઈ લીધું છે, અને માત્ર ગાડીનો કલર નક્કી કરવાનો બાકી છે. જો તમારું કલર બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો BASF નો Color Report 2021 for Automotive OEM Coatings માં કેટલીક રસપ્રદ માહિતી સામે આવી છે. સૌથી ખાસ ફેક્ટર એ છે કે, દુનિયાભરમાં સૌથી વધુ સફેદ કારને વધુ પસંદ કરવામાં આવે છે. તો ભારતમાં પહેલી કાર ખરીદનારા દર 10 માઁથી 4 લોકો સફેદ રંગની કાર ઘરે લાવે છે. આખરે આવું કેમ, સફેદ રંગની કાર જ લોકોમાં કેમ ફેવરિટ છે, આવો જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટ અનુસાર, ભારતમાં 40 ટકા નવી કાર સફેદ રંગની હોય છે. ઈન્ડિયન કાર બાયર્સમાં ફેવરિટ કાર કલરનું ડિમાન્ડ કંઈક આવી છે. 


  • વ્હાઈટ - 40%

  • ગ્રે - 15%

  • સિલ્વર - 12%

  • બ્લેક - 10%

  • બ્લ્યૂ - 8%

  • રેડ - 7%

  • ગ્રીન - 3%

  • બ્રાઉન - 2%

  • બેઝ - 2%

  • ગોલ્ડ - 1%


કેમ પસંદ આવ છે વ્હાઈટ કાર
વ્હીકલ ખરીદવું એક લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ હોય છે. ભારત જેવા દેશમાં, જ્યાં ગ્રાહકો હંમેશાથી બચત અને સસ્તા ભાવ પર ફોકસ વધુ રાખે છે. આવામાં કારનો કલર પર બહુ જ મહત્વનો છે. ભારતીય ગ્રાહકો એ પણ જુએ છે કે, તેમને મજબૂતી અને ભરોસો ક્યાં મળે છે. સફેદ રંગ પસંદ કરવા પાછળ લોકોની આ આદત કામ કરે છે.


સફેદ રંગની કારના અનેક ફાયદા


  • સૌથી પહેલા એ કે, સફેદ રંગની કારની સંભાળ રાખવી બહુ જ સરળ છે. તે એલિગન્ટ પણ દેખાય છે. તમારી કોઈ પણ હોય, તેમાં ફીચર્સ વધુ સારી રીતે દેખાય છે.

  • બીજી કારની સરખામણીમાં તેના પર ગંદગી થાય તે માલૂમ પડતુ નથી. સફેદ રંગની કાર હોય તો તે નેચરલ વધુ લાગે છે, તેના પર ડસ્ટ છુપાઈ જાય છે.

  • કાર પર સ્ક્રેચ પડે તો તે જલદી ખબર પડતા નથી. જે બીજા કાર પર સૌથી વધુ દેખાય છે

  • બીજી કારની સરખામણીમાં, આ કાર બહારથી ઓછી ગરમ હોય છે, અને અંદરના પાર્ટસને પણ ઠંડા રાખે છે. 

  • સૌથી સારી બાબત એ છે કે, વ્હાઈટ કલરના કારની રિસેલ વેલ્યૂ સૌથી ઊંચી હોય છે. આવામાં જો તમને પોતાની કાર વેચવી પડે તો ત્યારે તમને કોઈ તકલીફ પડતી નથી. 


 અન્ય કલરના કારની પોપ્યુલારિટી વધી
BASF ના રિપોર્ટ અનુસાર, વ્હાઈટ કલરની સુપ્રિમસી છતા હવે ભારતમાં બીજા કલરની કારનું સ્ટેટસ વધી રહ્યું છે. વ્હાઈટ બાદ સૌથી પહેલા જે કલર વધુ પોપ્યુલર છે, તે છે સિલ્વર. સિલ્વર પણ વ્હાઈટ જેવા જ ફાયદા આપે છે. તેના બાદ લાલ રંગની ડિમાન્ડ વધુ છે. તે ઉપરાંત બ્લ્યૂ કલરની પોપ્યુલારિટી પણ તેજીથી વધી રહી છે. ભારતમાં SUVs ના વેરિયન્ટ્સ ગ્રીનના શેડમાં વધુ પોપ્યુલર છે. રિસર્ચમાં જોવા મળ્યું કે, ગ્રીનની ટીલ, ખાખી અને ઓલિવ જેવા અનેક રંગોની કાર રસ્તા પર સૌથી વધુ ફરે છે.