શું Tesla અને Twitter મર્જ થશે? બુદ્ધિશાળી હોય તો `Tesla + Twitter = Twizzler.` નું સમીકરણ ઉકેલી નાંખો
એલોન મસ્કે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે, `Tesla + Twitter = Twizzler.` હવે એલોન મસ્કની આ ટ્વીટનો શું મતલબ કાઢવામાં આવે? ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે જલ્દીથી ટેસ્લા અને ટ્વિટરનું વિલય થનાર છે.
Elon Musk Twitter Deal: દુનિયાના સૌથી અમીર શખ્સ ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કને કોણ નથી જાણતું. તાજેતરમાં તેઓ સોશિયલ મીડિયાના અહેવાલોમાં સૌથી વધુ ચમકી રહ્યા છે. મસ્કની ખાસ વાત એ છે કે તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જ નથી, સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ દરરોજ વાયરલ થતી રહે છે. ટ્વિટર ઉપર પણ એલોન મસ્કનો 'પ્રેમ' કોઈનાથી છૂપાયેલો નથી.
આ વાતનો બધા જાણે છે કે એલોન મસ્કે ટ્વિટરની સાથે પોતાની ડીલને કેન્સલ કરી દીધી છે. અત્યાર સુધી તો એવા અપડેટ મળ્યા છે કે એલોન મસ્ક ટ્વિટરને ખરીદી રહ્યા નથી, પરંતુ 30 જુલાઈએ તેમના દ્વારા કરવામાં આવેલી એક ટ્વીટ ફરીથી લોકોને વિચારતા કરી મૂક્યા છે.
એલોન મસ્કે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે, 'Tesla + Twitter = Twizzler.' હવે એલોન મસ્કની આ ટ્વીટનો શું મતલબ કાઢવામાં આવે? ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે જલ્દીથી ટેસ્લા અને ટ્વિટરનું વિલય થનાર છે. કારણ કે મસ્કની આ ટ્વીટથી તો હાલ આજ સંકેત મળી રહ્યા છે. જોકે, અત્યાર સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
17 ઓક્ટોબરથી શરૂ થશે ટ્રાયલ
ઉલ્લેખનીય છે કે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે 44 બિલિયન ડોલરની ડીલને રદ કરતાં જ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક વિરુદ્ધ કાયદાકીય રસ્તો અપનાવી દીધો છે. હવે બન્નેની વચ્ચે કાયદાકીય લડાઈ 17 ઓક્ટોબરથી શરૂ થશે. અમેરિકા ન્યાયાધીશે આ હાઈ પ્રોફાઈલ કેસના ટ્રાયલ માટે આ તારીખ નક્કી કરી છે.
કેમ રદ્દ થઈ ડીલ?
તમને જણાવી દઈએ કે ટેસ્લાના માલિક એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 બિલિયન ડોલરની ઓફર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આ ડીલને રદ્દ પણ કરી દેવામાં આવી. તેમણે એવું કારણ આપ્યું હતું કે, ટ્વિટર પર ભારે માત્રામાં સ્પેમ અથવા તો બોટ્સ એકાઉન્ટ છે, જેની જાણકારી તેમને આપવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube