Car Mileage Boosting: શિયાળામાં કારનું પરફોર્મંસ ડાઉન થઈ શકે છે, આવું હવામાનને કારણે થાય છે. પરંતુ આ સ્થિતિમાં ફેરફાર લાવી શકાય છે. જો તમે શિયાળો આવતા પહેલા કારમાં કેટલાક ફેરફાર કરાવી લો તો તમારી કાર ઠંડીની સીઝનમાં પણ સારૂ પરફોર્મંસ અને જોરદાર માઇલેજ આપી શકે છે. અમે તમને એવા કેટલાક કામો વિશે જણાવી રહ્યાં છીએ, જેને તમારે શિયાળા પહેલા કરાવી લેવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. એન્જિન ઓયલ અને ફિલ્ટર ચેક કરાવો
શિયાળામાં, એન્જિન ઓયલની જાડી રચના ઠંડા તાપમાનને કારણે એન્જિન પર તાણ લાવી શકે છે. તેથી, યોગ્ય ગ્રેડનું એન્જિન ઓયલ  ઉમેરો અને જો જરૂરી હોય તો તેને બદલો. આ સાથે ઓઈલ ફિલ્ટરને પણ સાફ કરવું જોઈએ જેથી એન્જિનને યોગ્ય લ્યુબ્રિકેશન મળે અને માઈલેજ પણ સારું રહે.


2. બેટરી ચેકઅપ
શિયાળામાં કારની બેટરી પર વધુ દબાવ પડે છે, કારણ કે ઠંડીને કારણે તેનું ચાર્જ જલ્દી ખતમ થઈ શકે છે. તેથી બેટરીની સ્થિતિની તપાસ કરો અને જો બેટરી જૂની હોય તો તેને બદલવા પર વિચાર કરો. સાથે બેટરી ટર્મિનલ્સને સાફ રાખવી પણ મહત્વપૂર્ણ છે, જેથી જરૂરી કનેક્શન બનેલું રહે.


આ પણ વાંચોઃ અરે વાહ! iPhone 16 પછી આવી રહ્યો છે સસ્તો iPhone, iPad અને Mac, જાણો વિગતો


3. ટાયર પ્રેશર અને ગ્રિપ ચેકઅપ
ઠંડીની સીઝનમાં ટાયરનું પ્રેશર ઘટી શકે છે, જેનાથી માઇલેજ પર અસર પડે છે. શિયાળા પહેલા ટાયરનું પ્રેશર ચેલ કરાવી લો અને ટાયરની ગ્રિપની પણ તપાસ કરાવો. જો ટાયર ઘસાઈ ગયા છે તો તેને બદલાવી નાખો જેથી તમારી કાર રસ્તા પર પકડ બનાવી રાખે.


4. કૂલેન્ટ (Antifreeze) ચેક કરો
શિયાળામાં એન્જિનને ઠંડીથી બચાવવા માટે કૂલેન્ટની ભૂમિકા મહત્વની હોય છે. ખાતરી કરો કે તમારું કૂલેન્ટ  યોગ્ય માત્રામાં છે અને એન્જીનને વધુ ગરમ થવાથી અને ઠંડું થતું અટકાવવા માટે એન્ટીફ્રીઝનું યોગ્ય પ્રમાણ ધરાવે છે.


5. બ્રેક સિસ્ટમ ચેકઅપ
શિયાળામાં રસ્તામાં ઝાકળ હોઈ શકે છે, તેથી બ્રેક સારી રીતે કામ કરવી જરૂરી છે. બ્રેક પેડ્સ, બ્રેક ફ્લુઇડ અને બ્રેક ડિસ્કની તપાસ કરાવો અને જરૂર પડવા પર તેને બદલાવો જેથી તમારી સુરક્ષા નક્કી કરે અને ગાડીનું પરફોર્મંસ યથાવત રહે.