કહેવાય છે કે 'શોખ સે બડા કોઈ ચીજ નહીં હૈ'. કારના શોખીન માટે હાલ આશ્ચર્યજનક સમાચાર મળી રહ્યા છે. તમે ક્યારેય વિચાર્યું છે કે વિશ્વની સૌથી મોંઘી કારની કિંમત કેટલી હોઈ શકે છે? Audiથી લઈને BMW અથવા તો Ferrari સુધી તમે લક્ઝરીથી લક્ઝરી કાર વિશે વિચારીને જુઓ.. તમે આજદિન સુધી કારની કિંમત 2 કરોડથી શરૂ થઈને 20 કરોડ રૂપિયા સુધી વિચારી શકશો. પરંતુ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે એક એવી કાર વિશે જેણી કિંમત તમે કદી સપનામાં પણ વિચારી નહીં હોય. અને કદાચ વિચાર આવ્યો પણ હશે તો તેનાથી અનેક ઘણી વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1109 કરોડ રૂપિયાની છે કાર
આ કાર છે 1955ની એક મર્સિડીઝ બેંઝ અને તેની કિંમત 14.3 કરોડ ડોલર (1109 કરોડ રૂપિયા) છે. એક રીતે જોવા જઈએ તો આ દુનિયાની સૌથી મોંઘી કાર છે. આ કારની હરાજી કરનાર કંપની RM Sothebyનું કહેવું છે કે મર્સિડિઝ-બેંઝના રેસિંગ ડિપાર્ટમેન્ટે આવી માત્ર બે જ કાર બનાવી હતી અને તેનું નામ તેના ક્રિએટરના નામ પર જ Rudolf Uhlenhaut રાખી દેવામાં આવ્યું હતું. આ કારનું નામ Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupé છે.


બીજી કાર રહેશે મર્સિડિઝની પાસે
આ કારના એક મોડલને એક પ્રાઈવેટ કલેક્ટરે ખરીદ્યું છે. જોકે, તેમણે કંપનીને પ્રોમિસ કર્યું છે કે સ્પેશિયલ મોકા પર તે કારને પબ્લિક ડિસ્પ્લે માટે ઉપલબ્ધ કરાવશે, જ્યારે આ કારનું બીજું મોડલ અત્યારે પણ મર્સિડીઝ બેંજની પાસે છે અને કંપનીના મ્યૂઝિયમની શોભા વધારી રહ્યું છે.


Ferrari થી ત્રણ ગણી મોંઘી
એએફપીના અહેવાલના મતે RM Sotheby એ આ કારને હરાજી માટે રાખવામાં આવી હતી. દુનિયાની અમુક ક્લાસિક કારોની હરાજી 5 મેના રોજ જર્મનીના મર્સિડિઝ બેંઝ મ્યૂઝિયમમાં થઈ હતી.


મર્સિડિઝની આ કારની કિંમત અગાઉ દુનિયાની સૌથી મોંઘી કાર રહેલી 1962ની Ferrari 250 GTO થી લગભગ ત્રણ ગણી વધારે છે. Ferrari નું આ 1962નું મોડલ 4.8 કરોડ ડોલર (લગભગ 372 કરોડ રૂપિયા)માં વહેંચવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube