બીજા નંબર પર ભૂલથી થઈ ગયું છે રિચાર્જ, આ રીતે પૈસા મળશે રિફંડ
શું તમે જાણો છો કે જ્યારે કોઈ બીજા નંબર પર ભૂલથી રિચાર્જ થઈ જાય છે, તો તેનું રિફંડ મળી શકે છે. જો કે ઘણા લોકોને આની પદ્ધતિ નથી ખબર અને લોકો પરેશાન થતા જ રહે છે. આવો અમે તમને જણાવીએ કે તમે ખોટા નંબર પર રિચાર્જ કરવાથી રિફંડ કેવી રીતે મેળવી શકો છો.
નવી દિલ્હીઃ આજથી થોડા વર્ષો પહેલા આપણે મોબાઇલ નંબર રિચાર્જ કરાવવા માટે દુકાન જવું પડતું હતું અને પછી આપણે ટોપ અપ લઈને ખુદથી રિચાર્જ કરતા હતા કે પચી દુકાનદારને આપણો નંબર આપી રિચાર્જ કરાવી લેતા હતા. હવે આ સિસ્ટમ સંપૂર્ણ રીતે બદલી ગઈ છે. હવે દરેક મોબાઇલ કંપનીએ ઓનલાઇન રિચાર્જ કરાવવાનો ઓપ્શન આપે છે. ઓનલાઇન આપણે ગમે ત્યારે રિચાર્જ કરી લઈએ છીએ પરંતુ તેમાં એક મોટી સમસ્યા છે કે ઘણીવાર ઉતાવળમાં ભૂલથી બીજા નંબરમાં રિચાર્જ કરી દઈએ અને આપણા પૈસા બરબાદ થઈ જાય છે.
જો ઓછી કિંમતનું રિચાર્જ ખોટા નંબર પર થાય છે તો આપણે તેનાથી પરેશાન થતા નથી પરંતુ કોઈ મોટી રકમનું રિચાર્જ ભૂલમાં બીજા નંબર પર થઈ જાય તો આપણી ચિંતા વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો જ્યારે ભૂલથી કોઈ રિચાર્જ બીજા નંબર પર થાય છે તો તેનું રિફંડ મેળવી શકાય છે. પરંતુ ખુબ ઓછા લોકો આ રીત જાણતા નથી અને તેનાથી પરેશાન થાય છે. આવો તમને જણાવીએ તમે કઈ રીતે ખોટા નંબર પર થઈ ગયેલા રિચાર્જના પૈસા પરત મેળવી શકો છો.
ખોટા નંબર પર રિચાર્જ થવા પર સૌથી પહેલા તે ટેલીકોમ ઓપરેટરના કસ્ટમર કેર નંબર પર કોલ કરો અને તેને ડિટેલ જણાવો. કસ્ટમર કેરને રિચાર્જ અમાઉન્ટ, કયા નંબર પર રિચાર્જ થયું છે તેની માહિતી આપવી પડશે. આ સંબંધમાં તમારે તે ટેલીકોમ ઓપરેટરને ઈ-મેલ પણ કરવો પડશે. અમે તમને ત્રણ ટેલીકોમ ઓપરેટરની ઈ-મેલ આઈડી જણાવી રહ્યાં છીએ.
આ પણ વાંચોઃ OFFER: મફત..મફત..બિલકુલ મફત.. Amazon Prime, ફોલો કરો આ સ્ટેપ્સ
JIO- care@jio.com
VI- customercare@vodafoneidea.com
Airtel- airtelpresence@in.airtel.com
ટેલીકોમ ઓપરેટર તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીને ચેક કરશે અને ડિટેલ્સ વેરિફાઈ થયા બાદ તે તમારા રિચાર્જના પૈસા રિફંડ કરી દેશે.
કૃપા કરીને જણાવી દઈએ કે ઘણી વખત કસ્ટમર કેર સાથે વાત કર્યા પછી, તેમને જે કહેવામાં આવે છે તે પણ સાંભળવામાં આવે છે. જો તમને લાગે છે કે અહીં તમારી વાત સાંભળવામાં આવી રહી નથી, તો તમે ગ્રાહક સેવા પોર્ટલ એટલે કે ગ્રાહક ફોરમ પર પણ તમારી ફરિયાદ કરી શકો છો. આ માટે, તમને Google Play Store અને Apple App Store પર ગ્રાહક સેવા સંબંધિત એપ્લિકેશન મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube