નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમી (Xiaomi) ટૂંક સમયમાં Mi A3 અને A3 Lite લઇને આવી રહી છે. આ ફોન Mi A2 નો સક્સેસર હશે. તાજેતરમાં લીક થયેલા કેટલાક ફીચરનો ખુલાસો થયો છે. લીક અનુસાર Mi A3માં સ્નૈપડ્રૈગન 730 અને A3 Lite માં સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસર આપવામાં આવશે. લીક અનુસાર આ સ્માર્ટફોન ત્રણ કલર વેરિએન્ટ ઓપ્શન-બ્લ્યૂ, ગ્રે અને વ્હાઇટ કલરમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં ફિંગરપ્રિંટ સ્કેનર ફીચર આપવામાં આવ્યું નથી. તેના લીધે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાં ઇન-ડિસ્પ્લે સ્કૈનર આપવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3.5mm નો ઓડિયો જેક લાગેલો છે. સેલ્ફી કેમેરા માટે વોટર ડ્રોપ નોચ આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરા 32 મેગાપિક્સલ થઇ શકે છે. લીક ઇમેજમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે 48MP+8MP+2MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. 



એકબીજા બ્લોગર Quandt ના અનુસાર Mi A3 માં સ્નૈપડ્રૈગન 665 પ્રોસેસર હોઇ શકે છે. તેનો દાવો છે કે તેની ડિસ્પ્લે 6 ઇંચ AMOLED ડિસ્પ્લે હશે જેનું રિઝોલ્યૂશન 1080 પિક્સલ હશે. તેની બેટરી 4000 mAh હોઇ શકે છે. જોકે લોન્ચિંગની તારીખને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી.