Xiaomi લોન્ચ કરશે રિમૂવેબલ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન
ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ એક નવા સ્માર્ટફોનને પેટેન્ટ કરાવ્યો છે. જેની ડિસ્પ્લે દૂર કરી શકાય છે. લેટ્સગો ડિજિટલના રિપોર્ટના અનુસાર બે કંપોનેંટસ ફોન હેઠળ સીએનઆઇપીએ સાથે પેન્ટટ દાખલ કરાવી છે.
બીજિંગ/નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ એક નવા સ્માર્ટફોનને પેટેન્ટ કરાવ્યો છે. જેની ડિસ્પ્લે દૂર કરી શકાય છે. લેટ્સગો ડિજિટલના રિપોર્ટના અનુસાર બે કંપોનેંટસ ફોન હેઠળ સીએનઆઇપીએ સાથે પેન્ટટ દાખલ કરાવી છે. પેન્ટટ બે ઘટકો સાથે એક ઉપકરણનું વર્ણન કરે છે, જેમાં બોડી અથવા મુખ્ય ભાગ અને એક સ્પિલ્ટ ભાગ અથવા વિયોજ્ય ડિસ્પ્લે છે.
જ્યા ડિસ્પ્લે બોડી સાથે જોડાયેલ હોય છે તો આ એક સામાન્ય સ્માર્ટફોનની માફક દેખાય છે. પેન્ટેન્ટ સંકેત આપે છે કે રિમૂવેબલ ડિસ્પ્લેને મુખ્ય બોડી વિના પણ અલગથી ઉપયોગ કરી શકાશે.
ડિસ્પલેના નીચલા ભાગમાં એક કનેક્ટ પિન આપવામાં આવી છે, જે સ્માર્ટફોનના અન્ય ઘટકની અંદર જાય છે. પેન્ટેટ એ સંકેત પણ આપે છે કે ડિસ્પ્લેને મુખ્ય બોડી વિના અલગથી ઉપયોગ કરી શકાય છે. જ્યારે ડિવાઇસ કનેક્ટ થતું નથી તો કોઇપણ જોઇ શકે છે તેમાં એલઇડી ફ્લેશની સાથે બે ફ્રન્ટ કેમેરા છે. તાજેતરમાં કંપનીએ 108 મેગાપિક્સલ કેમેરા સાથે આવનાર એક નવા સ્માર્ટફોનને પેન્ટેટ કરાવી છે. આ પેન્ટેટ શાઓમી દ્વારા જાન્યુઆરીમાં દાખલ કરવામાં આવી હતી. આ પેન્ટેટ શાઓમી દ્વારા જાન્યુઆરીમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેના વિશે ગત મહિનામાં જ ખબર પડી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube