નવી દિલ્હીઃ શાઓમી (Xiaomi) પોતાના ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લાવ્યું છે.  Xiaomi પોતાના ગ્રાહકોને 32 ઇંચ Mi TV ફ્રી આપી રહ્યું છે. 32 ઇંચનું ટીવી માત્ર તે ગ્રાહકોને મળશે જે કંપનીનું હાઈ એન્ડ  Mi ART TV ખરીદશે.  Mi ART TV કંપનીનું 65 ઇંચ ડિસ્પ્લે વાળું પ્રીમિયમ સ્માર્ટ ટેલિવિઝન છે. પોતાના પ્રીમિયમ સ્માર્ટ ટીવીના સેલને બૂસ્ટ કરવા માટે કંપની આ સ્કીમ લઈને આવી છે, જે હેઠળ તમે પ્રીમિયમ સ્માર્ટ ટીવીની સાથે અફોર્ડેબલ સ્માર્ટ ટીવી ફ્રી મેળવી શકો છે. પરંતુ આ ઓફર માત્ર ચીનમાં ઉપલબ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમદાર છે  Mi ART TV ના ફીચર્સ
 Mi ART TV શાઓમીનું 65 ઇંચનું હાઈ એન્ડ સ્માર્ટ ટીવી છે. આ ટીવી ખુબ પાતળુ છે. ટીવીની સાઇઝ 13.9mm છે. આ ટીવીમાં ઇન્ટેલિજેન્ટ ફ્લેટ બેક ડિઝાઇન આપવામાં આવી છે. ટીવીમાં સેમસંગની 4K OLED પેનલ આપવામાં આવી છે. ટીવીમાં Mali-T830MP2 GPU ની સાથે Amlogicનો ક્વોડ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટીવીમાં 2જીબી રેમ અને 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ટીવી 4G/5G ડ્યૂલ બેન્ડ વાઈ ફાઈ અને બ્લૂટૂથ 4.2 આપવામાં આવ્યું છે. 


તમારા ઘરે ભલે નેટવર્ક આવે કે ન આવે, પણ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયું 5G સિગ્નલ


Mi ART TVની કિંમત
ચીનમાં આ ટીવીની કિંમત 6999 યુઆન એટલે કે લગભગ 75000 રૂપિયા છે. શાઓમીનું આ સ્માર્ટ ટીવી TV Xiao AI વોઇસ આસિસ્ટેન્ટ સાથે આવે છે. આ ટીવીને સ્માર્ટફોન સિવાય સ્માર્ટમ હોમ પ્રોડક્ટ્સ સાથે પણ કનેક્ટ કરી શકાય છે.


શાઓમીએ હાલમાં બે સ્માર્ટ ટીવી લોન્ચ કર્યાં હતા. તેમાં 75 ઇંચ વાળુ ફુલ સ્ક્રીન ટીવી પ્રો અને Mi TV 4Aનું નવું 60 ઇંચ વાળુ મોડલ છે. શાઓમીએ Mi Fan ફેસ્ટિવલમાં ઘણી પ્રોડક્ટ્સ સાથે આ સ્માર્ટ ટીવીને લોન્ચ કર્યાં હતા. 75 ઇંચ વાળા ટેલિવિઝન ફુલ સ્ક્રીન ટીવી પ્રો સિરીઝમાં સૌથી મોટું વેરિયન્ટ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર