નવી દિલ્હી: ચીનની મોબાઇલ ફોન બનાવનાર કંપની શાઓમીના અત્યાર સુધી તમે સ્માર્ટફોન અથવા અન્ય ડિવાઇસ જોયા હશે. હવે શાઓમીએ ચીનમાં પોતાની સાઇકલ પણ બજારમાં ઉતારી દીધી છે. શાઓમીએ Mi HIMO Electric Bicycle T1 નામથી સાઇકલ ઉતારી છે. આગામી 4 જૂનથી ચીનમાં આ સાઇકલની ડિલીવરી શરૂ પણ થઇ જશે. સૌથી ખાસ વાત એ છે કે એકવાર ફૂલ ચાર્જ થતાં આ સાઇકલ 120 કિમી દોડશે. તેની કિંમત લગભગ 31000 રૂપિયા (2999 યૂઆન) છે. Xiaomi એ આ વર્ષે 44થી વધુ ઉત્પાદન લોન્ચ કરવામાં આવ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Latest Smart TV: 50 લાખ રૂપિયા છે આ TV ની કિંમત, જાણો શું-શું અફલાતૂન ફીચર હશે


પેટેંટેડ ડિઝાઇન પર આધારિત છે સાઇકલ
કંપનીનું કહેવું છે કે Xiaomi HIMO ઇલેક્ટ્રિક સાઇકલ T1 એક પેટેંટ ડિઝાઇન પર આધારિત છે. તેના પાર્ટ્સ એક ખાસ પ્રકારના મટીરિયલમાંથી બનાવી છે જે આગ પ્રતિરોધક છે. તેમાં હાઇ સેંસિટિવ ડિજિટલ મીટર લાગેલું છે. 


ચકલી હેડલાઇટ
હેડલાઇટના રૂપમાં, કંપનીનું કહેવું છે કે આ HIMO અંગ્રેજી લોગોમાંથી લેવામાં આવ્યો છે અને આ 18,000 સીડી સુધી પ્રકાશ ફેંકે છે. કંપનીનું કહેવું છે કે બંને દૂર અને નજીકના પ્રકાશ વચ્ચેનું અંતર ઉચ્ચ બીમ માટે 15 મીટર અને ઓછા બીમ માટે 5 મીટર છે. 

Xiaomi એ ભારતમાં લોન્ચ કર્યો Mi LED Smart Bulb, આ છે ખાસિયત


હેવી મોટર અને ટાયર
આ ઇલેક્ટ્રિક સાઇકલમાં 350W નું બ્રશલેસ પર્મનેંટ મેગનેટ મોટર લાગેલી છે જે સાઇકલાના પ્રદર્શનને સારું બનાવે છે. સાઇકલમાં ટાયરની વાત કરીએ તો તેમાં 90 મિલીમીટરના પહોળા ટાયર છે. સાથે જ 8 મિલીમીટર મોટી હાઇ ઇલાસ્ટિક રબર સાથે-સાથે આગળ અને પાછળ ડબલ બ્રેક સિસ્ટમ છે. જ્યારે ફ્રંટમાં હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક છે. રીયર વ્હીલ સુરક્ષિત અને ટકાઉ ડ્રમ બ્રેક સાથે ઉપલબ્ધ છે. 


દમદાર બેટરી
તેમાં વન ટચ સ્ટાર્ટ બટન ઉપલબ્ધ છે. સાથે જ એક મલ્ટી-ફંક્શન કોમ્બિનેશન સ્વિચ પણ લાગેલી છે. ડ્રાઇવિંગ વખતે સાઇકલને ટચ બટનથી કંટ્રોલ કરી શકાય છે. gizmochina ના સમાચાર અનુસાર આ સાઇકલમાં 14,000mAh દમદાર બેટરી લાગેલી છે જે એકવાર ફૂલ ચાર્જ કરતાં 120 કિલોમીટરની યાત્રા કરવામાં મદદરૂપ થાય છે.