નવી દિલ્હીઃ શાઓમીએ આખરે ભારતમાં સોમવારે પોતાની નવી વાયરલેસ પાવર બેન્ક લોન્ચ કરી દીધી છે. કંપનીની આ પ્રથમ વાયરલેસ પાવર બેન્ક છે. 10000mAh ક્ષમતા વાળી વાયરલેસ પાવર બેન્કમાં મેગ્નેટિક ઇન્ડક્ટિવ ટેક્નોલોજી છે. આ પાવર બેન્કમાં 10W વાયરલેસ ચાર્જિંગ સ્પીડ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંમત અને ફીચર્સ
કંપનીનું કહેવું છે કે યાત્રા કરનાર માટે આ પાવર બેન્ક ખુબ મહત્વની છે. મી વાયરલેસ પાવર બેન્કમાં બે પ્રકારના ચાર્જિંગ પોર્ટ છે. પ્રથમ યૂએસબી ટાઇપ એ આઉટપુટ પોર્ટ અને બીજો યૂએસબી ટાઇપ સી ઇનપુટ પોર્ટ. આ પાવર બેન્કથી એક સાથે બે મોબાઇલ ડિવાઇસ ચાર્જ કરી શકાય છે. તેને બનાવવામાં હાઈ-ક્વોલિટી લીથિયમ પોલિમર બેટરીનો ઉપયોગ થયો છે. કંપનીનું કહેવું છે કે પાવર બેન્કને હાયર સેફ્ટી સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ પાવર બેન્કની સાથે એક નોન-સ્કિડ વાયરલેસ ચાર્જિંગ પેડ પણ મળે છે. 


Mi 10000mAh વાયરલેસ પાવર બેન્કની કિંમત 2,499 રૂપિયા છે. આ બ્લેક કલરમાં મળશે. પાવર બેન્કનું વેચાણ 16 માર્ચ એટલે કે આજથી શરૂ થઈ ગયું છે. કંપનીએ તેને mi.com, મી હોમ્સ અને મી સ્ટૂડિયો પર ઉપલબ્ધ કરાવી છે. 


શાઓમી ઈન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર, રઘુ રેડ્ડીએ કહ્યું, 'અમે ભારતમાં પ્રથમ વાયરલેસ પાવર બેન્ક લોન્ચ કરીને ઉત્સાહિત છીએ. અમારૂ માનવું છે કે વાયરલેસ પાવર બેન્ક સુવિધા એક પર્ફેક્ટ ઉદાહરણ છે. વાયરલેસ ટેક્નોલોજીની સાથે એક સારો અનુભવ મળે છે. અમને આશે છે કે  10000mAh મી વાયરલેસ પાવર બેન્ક એક એવું ઇનોવેશન છે જેને દરેક ઇન્જોય કરી શકે છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર