Xiaomi એ ઘટાડી આ નવા સ્માર્ટફોનની કિંમત, જાણો હવે કેટલામાં મળશે
ચીનની અગ્રણી મોબાઇલ નિર્માતા કંપની શાઓમીએ પોતાના એક ખાસ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોન -Xiaomi Poco F1. કંપનીએ તાજેતરમાં જ આ પહેલાં બીજા ઘણા સ્માર્ટફોનના ભાવ ઘટાડ્યા છે. કંપનીએ તાજેતરમાં જ Poco F1 સ્માર્ટફોનના બધા વેરિએન્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે.
હવે આટલામાં મળી રહ્યો છે Poco F1
કંપનીએ Poco F1 ના 64જીબી સ્ટોરેજ અને 6જીબી રેમવાળા વેરિએન્ટની કિંમત 1000 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આ સ્માર્ટફોન 19999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પ્રકારે 128જીબી સ્ટોરેજ અને 6જીબી રેમવાળા વેરિએન્ટની કિંમત ઘટાડીને હવે 22999 રૂપિયા અને 256 જીબી સ્ટોરેજ અને 8જીબી વેરિએન્ટની કિંમત 27999 રૂપિયા થઇ ગઇ છે. ફાઇનાશિંયલ એક્સપ્રેસના સમાચાર અનુસાર નવી કિંમત સાથે આ સ્માર્ટફોન કંપનીની વેબસાઇટ mi.com અને Mi હોમ સ્ટોર અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.
તમેપણ વાંચી શકો છો WhatsApp માં ડિલેટ કરેલા મેસેજ, અપનાવો આ ટ્રિક
Poco F1 ના શું છે ફિચર
આ સ્માર્ટફોનને પોતાના સેગમેંટમાં અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણવામાં આવી રહ્યો છે. આ સેગમેંટમાં OnePlus 6T, Pixel 3 અને અન્ય ડિવાઇસ છે. Xiaomi Poco F1 માં 6.18 ઇંચની ફૂઅલ એચડી+ એલસીડી ડિસ્પ્લે છે.
Googleએ વાયરસ ફેલાવનારા 22 એપ્સને કરી પ્લેસ્ટોરથી દૂર, તમે પણ કરો ડિલીટ
ફ્રંટ એટલે કે સેલ્ફી કેમેરા 20 મેગાપિક્સલનો છે. સેલ્ફી કેમેરા એલઇડી ફ્લેશની સાથે છે. તેમાં ફેસને રીડ કરનાર ઇન્ફ્રારેડ ફેસિયલ રિકોગ્નિશન ફિચર ઉપલબ્ધ છે. સાથે જ તેમાં 4000 એમએએચની બેટરી છે.